હાલના સમયમાં નવી ટેકનોલોજી આવવાની સાથે નવી મુશ્કેલીઓ પણ આવે છે. ‘પબજી’ અને ‘ફ્રી ફાયર’ જેવી રમતોના લીધે બાળકો પર ખરાબ અસરો થઈ છે અને ઘણા બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા હોય તેવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે. આવો જ એક કિસ્સો દમોહના એક બાળક સાથે બન્યો છે. એક 17 વર્ષીય બાળકે ફાંસી લગાવી ને પોતાનો જીવ ગુમાવ્યો છે.
ઓનલાઈન સ્ટડી માટે પિતાએ દિવાળી પર તેને સ્માર્ટ ફોન ભેટમાં આપ્યો હતો. પરંતુ બાળકને ઓનલાઈન ગેમ્સની લત લાગી ગઈ હતી. ઓનલાઈન ગેમની લત લગતા પિતાએ ફોને આચકી લીધો હતો. પિતાએ ફોન અચકી લીધાના થોડા સમય પછી બાળકે આપઘાત કરી પોતાનો જીવ ગુમાવ્યો. તેઝગઢના તૌરી નિવાસી વીરેન્દ્ર સિંહ લોધી પુત્ર વિકાસ સિંહ લોધી, પુત્રી દિપાશા લોધી અને પત્ની યશોદા સિંહ સાથે દમોહના એસપીએમ નગરમાં એક ભાડાના મકાનમાં રહે છે.
વીરેન્દ્ર સિંહ પોતાના પરિવાર સાથે ગામડેથી અહીં બાળકોના શિક્ષણ માટે આવ્યા હતા. સવારે વીરેન્દ્ર પથરિયા રેલવે ઓવરબ્રિજ પર તેની પુત્રી દિપાશાને કોચિંગમાંથી લેવા ગયો હતો. દિપાશાએ નાના ભાઈ વિકાસનો કોચિંગમાંથી પરત ફરતી વખતે રૂમનો દરવાજો ખખડાવ્યો, પરંતુ 15 મિનિટ સુધી વિકાસે દરવાજો ન ખોલ્યો તો પરિવારને શંકા ગઈ.
તેઓ બારીમાંથી રૂમમાં ડોકાયા તો વિકાસ ગળાફાંસો ખાઈ લટકતો હતો. રૂમનો દરવાજો તોડીને વિકાસને નીચે ઉતારીને તાત્કાલિત હોસ્પિટલમાં લઈ ગયા. હાજર ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો. તે સમગ્ર ધટનાની પોલીસ તપાસ બાદ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ઘટના સ્થળની તપાસ કરવામાં આવશે.
પિતા વીરેન્દ્ર સિંહ સાથે વાતચીત કરતા જણાવ્યું કે વિકાસ દરરોજ સવારે સ્નાન કરીને પૂજા અર્ચના કરતો હતો. ત્યારબાદ અમને પગે લાગતો હતો. શનિવારે તે સવારે 5 વાગે ઉઠીને દોડવા ગયો હતો અને પાછો આવીને મોબાઈલમાં ગેમ રમવા લાગ્યો. વધારે પડતો મોબાઈનો ઉપયોગ કરતો હોવાથી સવારે 7 વાગે મેં તેની પાસેથી મોબાઈલ લઈ લીધો. આ પછી, તેનો મોબાઈલ મારી પાસે રાખીને હું મારી દીકરીને કોચિંગમાંથી લેવા ગયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.