ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ પત્ની રીવાબા જાડેજા માટે માંગ્યા મત- જુઓ વિડીયોમાં શું કહ્યું?

ગુજરાત(Gujarat): ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા(Ravindra Jadeja) દ્વારા પત્ની રીવાબા જાડેજા(Rivaba Jadeja) માટે મત માંગવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, ભારતીય ક્રિકેટર રવિન્દ્ર…

ગુજરાત(Gujarat): ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા(Ravindra Jadeja) દ્વારા પત્ની રીવાબા જાડેજા(Rivaba Jadeja) માટે મત માંગવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા દ્વારા સોશિયલ મીડિયા(Social media) પર વિડીયો પોસ્ટ કરીને પત્ની રીવાબાને મત આપવા માટે જામનગર(Jamnagar) વાસીઓને અપીલ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપે રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાને જામનગર ઉત્તર બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. સાથે જ રીવાબા આજે ઉમેદવારી ફોર્મ ભરશે. જામનગર ઉત્તર બેઠક પરથી રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા સવારે 11 વાગ્યે ઉમેદવારી નોંધાવશે. રવિંદ્ર જાડેજાએ પણ સોશલ મીડિયાના મારફતે પત્ની રીવાબા જાડેજાને જંગી લીડથી જીતાડવા માટે લોકોને અપીલ કરી હતી.

રવિન્દ્ર જાડેજાએ પોતાના વિડીયોમાં જામનગરની જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, મારા વ્હાલા જામનગરવાસીઓ અને તમામ ક્રિકેટ ચાહકો. તમે બધા જાણો જ છો કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અહીં T20 ક્રિકેટની જેમ ઝડપથી આવી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ મારી પત્ની રીવાબાને ઉમેદવાર બનાવ્યા છે. તે 14 નવેમ્બરના રોજ ઉમેદવારી પત્ર ભરવા જઈ રહી છે. તેથી વિજયી વાતાવરણ બનાવવાની જવાબદારી તમારા લોકોની છે. તો ચાલો કાલે સવારે મળીએ.

બે તબક્કામાં થશે મતદાન:
ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થવાનું છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે અને સાથે જ હિમાચલ પ્રદેશની ચૂંટણીનું પરિણામ પણ 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાનું મતદાન:
પ્રથમ તબક્કામાં 89 બેઠકોનું મતદાન થશે, જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની બેઠકોનો સમાવેશ થાય છે. 19 જિલ્લામાં એટલે કે, કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, બોટાદ, મોરબી, અમેરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ , વલસાડમાં 1 ડિસેમ્બરે મતદાન થશે.

બીજા તબક્કાનું મતદાન:
જ્યારે 5 ડિસેમ્બરના બીજા તબક્કામાં ઉત્તર અને મધ્ય ગુજરાતની 93 બેઠકોનું મતદાન યોજાશે. 14 જિલ્લામાં એટલે કે, અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, આણંદ, ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, વડોદરામાં 5 ડિસેમ્બરે મતદાન થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *