નવસારીમાં મેહુલિયો અનરાધાર: 9 ઇંચ વરસાદ ખબકતા જળબંબાકાર- નદીઓમાં ઘોડાપુર આવતા રસ્તા અને મકાનો પાણીમાં ગરકાવ

Navsari Heavy Rain News: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તે દરમિયાન નવસારીમાં ભારે વરસાદ પડ્યો હોવાનું સામે આવી રહ્યું છે. નવસારી જિલ્લામાં(Navsari Heavy Rain News) વરસાદી માહોલ જામ્યો છે. જેને લઈ છેલ્લા 2 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ પડી ચુક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ જલાલપોર તાલુકામાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. આની સાથે ધોધમાર વરસાદ વચ્ચે અમુક વિસ્તારોમાં પાણી ભરાતા અનેક પરિવારોને સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા છે.

નવસારીમાં બે કલાકમાં 4 ઈંચ થી વધુ વરસાદ
નવસારી જિલ્લામાં વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. જેને લઈ નવસારી શહેરમાં 2 કલાકમાં 4 ઈંચ થી પણ વધુ વરસાદ વરસી ચુક્યો છે. ખાસ કરીને જલાલપોર તાલુકામાં 3 ઈંચ, વાંસદા તાલુકામાં 2 ઇંચ અને ખેરગામ 1 ઇંચ વરસાદ નોંધાયો છે.

અને ભીજી તરફ વરસાદના કારણે પૂર્ણા નદીની જળ સપાટીમાં પણ ખુબ વધારો થતાં પૂર્ણા નદીની સપાટી 16 ફૂટ પર પહોંચી છે. નોંધનીય છે કે, પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ પર પોહચી ચુકી છે. આ સાથે અંબિકા નદીની સપાટી 16 ફૂટ પર પહોંચી તો અંબિકા નદીની ભયજનક સપાટી 28 ફૂટ પર છે. આ સાથે કાવેરી નદીની સપાટી 13 ફૂટ પર પહોંચી તો કાવેરી નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે. અને બીજી તરફ હવે પાણીની સતત આવક થતા વહીવટી તંત્ર પણ એલર્ટ બની ગયું છે.

ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર
નવસારીમાં મેઘમહેર વચ્ચે ઉપરવાસમાં વરસાદથી નદીઓની ભયજનક સપાટીએ છે. ચીખલીમાંથી પસાર થતી કાવેરી નદીની સપાટી પણ 19 ફૂટ પર પહોંચી તો કાવેરી નદીમાં જળસ્તર વધતા તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. અને બીજી તરફ કાવેરી નદી પરનો કોઝવે ભારે વરસાદથી પાણીમાં ગરકાવ થયો છે. આ સાથે કોઝવે પર પાણી ફરી વળતાં ચીખલીથી હરણ ગામનો રસ્તો બંધ થઈ ચુક્યો છે.

તમામ નદી-નાળાઓ છલકાયા
નવસારી જિલ્લામાં સતત ધોધમાર વરસાદ વચ્ચે ભારે વરસાદથી જિલ્લાના તમામ નદી-નાળાઓ છલકાયા ગયા છે. જિલ્લાની પૂર્ણા નદીની જળસપાટી 22 ફૂટને પાર છે. પૂર્ણા નદી ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર છે. અને બીજી તરફ હવે નીંચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે.આ સાથે શહેરના નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા ગયા છે.

વરસાદની આગાહી વચ્ચે શાળાઓમાં રજા જાહેર
દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી છે. આ સાથે નવસારીમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નોંધનીય છે કે, શહેરમાં રાત્રી દરમિયાન વરસ્યો 9 ઇંચ વરસાદ વરસ્યો છે. ભારે વરસાદથી રસ્તાઓ અને ઘરોમાં પાણી ભરાયાં તો આ તરફ હવે સાવચેતીના ભાગરૂપે શહેરની તમામ શાળાઓમાં રજા જાહેર કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *