દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી- હવામાન વિભાગની આગાહીથી લોકોમાં ડરનો માહોલ

Meteorological department rain forcast in Gujarat: હવામાન વિભાગે વરસાદને લઈને દક્ષિણ ગુજરાતમાં આવનાર 24 કલાકમાં ભારે હોવાનું જણાવ્યું છે.આજે એટલે કે તારીખ 28 જુલાઈએ દક્ષિણ…

Meteorological department rain forcast in Gujarat: હવામાન વિભાગે વરસાદને લઈને દક્ષિણ ગુજરાતમાં આવનાર 24 કલાકમાં ભારે હોવાનું જણાવ્યું છે.આજે એટલે કે તારીખ 28 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.અને બીજી બાજુ સૌરાષ્ટ્રના(Meteorological department rain forcast in Gujarat) વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક સામાન્ય વરસાદની પણ આગાહી અને અમદાવાદ ગાંધીનગરમા પણ છુટ્ટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

દરિયાકાંઠા વિસ્તારોમાં 45 થી 60 કિમી ની ઝડપે પવન ફૂકાશે
ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવતા હવામાન વિભાગ દ્વારા વરસાદ અંગે વધુ એક નવી આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગના સત્તાવાર અધિકારીઓ પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર આજે વલસાડ, નવસારી, દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભાર વરસાદની સંભાવના જોવા મળી રહી છે.

વધુમાં આજે તારીખ 28 જુલાઈના રોજ સાબરકાંઠા અને અરવલ્લી તથા સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ મેઘાડંબર જોવા મળશે. આવતીકાલે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
આજે વીજળીના કડકા અને તોફાની પવન સાથે નવસારી, વલસાડ, દમણ, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં વરસાદની શક્યતાને લઈને આવનાર 5 દિવસ માછીમારોને પણ સલામતીના ભાગરૂપે દરિયો ન ખેડવા સૂચના આપી દેવામાં આવી છે. સાથે સાથે દરિયાકાંઠા વિસ્તારોમાં 45થી 60 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાંઈ તેવું પણ હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. તો.અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટા છવાયા વરસાદની શકયતા રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *