ગુજરાતભરમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદ- માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, જાહેર કરાયું રેડ એલર્ટ

Weather Forcast in Gujarat: ઉત્તર ભારત સહિત સમગ્ર દેશમાં ફરી એકવાર જોરદાર વરસાદનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગત સપ્તાહે છૂટક…

Weather Forcast in Gujarat: ઉત્તર ભારત સહિત સમગ્ર દેશમાં ફરી એકવાર જોરદાર વરસાદનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગત સપ્તાહે છૂટક વરસાદ પડી ગયા બાદ પરિસ્થિતિઓ ફરી એકવાર અનુકૂળ બની રહી છે. આવનાર દિવસોમાં સમગ્ર દેશમાં(Weather Forcast in Gujarat) ચોમાસું સોળે કળાએ ખીલી ઊઠશે. હવામાન વિભાગની (IMD) આગાહી મુજબ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ અને ગુજરાતમાં પણ વરસાદ પડવાની સંભાવના યથાવત છે. આ વચ્ચે હવે ગુજરાતમાં આવનાર પાંચ દિવસ ભારે વરસાદની સ્થાનિક હવામાન વિભાગે આગાહી કરી છે.

5 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ વરસાદને લઈને વધુમાં જણાવ્યું છે કે, રાજ્યમાં આવનાર 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ 5 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. તેમણે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં સર્ક્યુલેશનના કારણે વરસાદની શક્યતા છે.

માછીમારોને દરિયામાં ન જવાની સૂચના
તેમણે વધુમાં જણાવ્યું છે કે, આવનાર 5 દિવસ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદ થશે. આ દરમિયાન અમદાવાદમાં પણ ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે.તારીખ 7 અને 8 જુલાઈ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આવતીકાલે માછીમારોએ દરિયામાં ન જવાની સૂચના પણ આપવામાં આવી છે.

આ જિલ્લાઓમાં થશે આવતીકાલે ભારે વરસાદ
હવામાન વિભાગ દ્વારા આવતીકાલે એટલે કે તારીખ 7 જુલાઈ એ અમરેલી, ભાવનગર અને આણંદમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલે અમરેલી, ભાવનગર, આણંદમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. જ્યારે સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.

8 જુલાઈએ કચ્છ અને જામનગરમાં રેડ એલર્ટ
આ ઉપરાંત હવામાન ખાતા દ્વારા 8 જુલાઈએ કચ્છ અને જામનગરમાં રેડ એલર્ટ અપાયું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણમાં યેલો એલર્ટ અપાયું છે. આવતીકાલે કચ્છ અને જામનગરમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *