2 ઓગસ્ટનાં રોજ ઉજવવામાં આવતાં ‘ફ્રેન્ડશિપ ડે’ પાછળનું એક રહસ્યમય કારણ… 

ઓગસ્ટ મહિનાના પહેલાં રવિવારે  ઉજવવામાં આવતા ‘ફ્રેન્ડશિપ ડે’ની શરૂઆત વિશ્વમાં જુદાં-જુદાં સમય પર થઇ પરંતુ તેનો ધ્યેય તો એક જ છે, એક દિવસ મિત્રને નામ. આ દિવસને ‘ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ ડે’નું નામ પણ આપવામાં આવ્યું છે. આ  ઉજવણીની શરૂઆતની માત્ર 3 ઘટના છે, અને ઘણી રસપ્રદ પણ છે. આ વર્ષે ફ્રેન્ડશિપ ડે 2 ઓગસ્ટના રોજ સેલિબ્રેટ કરવામાં આવશે. જાણો, આ દિવસ સાથે જોડાયેલ માત્ર ત્રણ ઘટના …

એક પ્રખ્યાત કહાની મુજબ, આ દિવસની શરૂઆત કરવાંનો શ્રેય વેપારીને જાય છે. વર્ષ 1930માં જોએસ હોલ નામનાં વેપારીએ બધાં લોકો એકબીજાને ગ્રીટિંગ કાર્ડ આપી શકે એવો દિવસ નક્કી કર્યો હતો તેમજ એ દિવસને વધુ યાદગાર બનાવ્યો હતો. જોએસે આ માટે 2 ઓગસ્ટનો દિવસ પસંદ કર્યો હતો. ત્યારપછી યુરોપ તેમજ એશિયાના ઘણા દેશોમાં ‘ફ્રેન્ડશિપ ડે’ ઉજવવાંની પણ શરૂઆત થઇ હતી.

‘ફ્રેન્ડશિપ ડે’ સાથે જોડાયેલ બીજી કહાની પ્રમાણે, 20 જુલાઈ 1958 માં રોજ ડૉ. રમન આર્ટિમિયોએ એક ડિનર પાર્ટી દરમિયાન મિત્રો સાથેની દિવસ ઉજવણી કરવાનું વિચાર્યું હતું. સાઉથ અમેરિકામાં થયેલ આ ઘટના બાદ  દુનિયામાં ‘ફ્રેન્ડશિપ ડે’ ઉજવવા લોકોએ ડિનર પાર્ટી રાખી હતી તેમજ આ પછી આ પરંપરા ચાલુ રહી હતી.

‘ફ્રેન્ડશિપ ડે’ની શરૂઆત વર્ષ 1935માં જ અમેરિકાથી થઇ હતી. એક જાણીતી કહાની મુજબ, અમેરિકન સરકારે ઓગસ્ટ મહિનાનાં પહેલાં રવિવારે એક વ્યક્તિને મારી નાંખી હતી. આ સમાચાર સાંભળીને તેના મિત્રએ પણ આત્મહત્યા કરી લીધી. આ ઘટના બાદ સરકારે ઓગસ્ટ મહિનાનાં પહેલાં રવિવારને ‘ફ્રેન્ડશિપ ડે’ તરીકે ઉજવવાની પણ જાહેરાત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *