હવે ભગવાનના દર્શન માટે પણ ચૂકવવો પડશે ચાર્જ! આટલા રૂપિયામાં ડાકોરમાં રણછોડરાયના VIP દર્શનનો મળશે લાભ

500 rupees for VIP darshan of Ranchodharai in Dakor: ડાકોરમાં રણછોડરાયના દર્શનને લઈ આજે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વાતતો જાણે એમ છે કે, હવે રણછોડરાયના દર્શન કરવા માટે પણ પૈસા ચૂકવવા પડશે. મળતી માહિતી અનુસાર, ભગવાન રણછોડરાયના(500 rupees for VIP darshan of Ranchodharai in Dakor) નજીકથી દર્શન કરવા રૂ.500 ચૂકવવા પડશે. નોંધનીય છે કે, ખેડાના ડાકોરમાં મંદિરની કમિટી દ્વારા આ વિવાદીત નિર્ણય લેવાયો છે.

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામમાંથી એક ડાકોરમાં હવે VIP દર્શનનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે. માહિતી અનુસાર,ખેડાના ડાકોરમાં મંદિરની કમિટી દ્વારા એક વિવાદિત નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં હવે ભક્તોએ ભગવાનના નજીકથી દર્શન કરવાં માટે પણ પૈસા ચૂકવવા પડશે. જેમાં મંદિરમાં ઠાકોરજીના સન્મુખ ઉંબરા સુધી જઈને દર્શન કરવાનો વ્યક્તિદીઠ 500 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.

જાણો કોને કેટલો ચાર્જ આપવો પડશે?
ડાકોરમાં મંદિરની કમિટીના વિવાદિત નિર્ણય પ્રમાણે હવે ભક્તોએ રણછોડ રાયના નજીકથી દર્શન કરવા માટે રૂ.500 ચૂકવવા પડશે. આ સાથે મહિલાઓની લાઈનમાં પુરૂષે જઈ દર્શન કરવા હોય તો 250 રૂપિયા ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. મહિલાઓ માટેની દર્શનની જાળીએથી પુરુષે દર્શન કરવા હોય તો 250 રૂપિયા ન્યોછાવર પેટે ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. જોકે ગઈકાલે આ નિર્ણયના પ્રથમ દિવસે ગુરુવારે 7 દર્શનાર્થીઓ 500 રૂપિયા અને 3 વ્યક્તિ 250 રૂપિયા ચાર્જ ચૂકવી VIP દર્શન કરવા માટે પણ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *