ભાવનગર(ગુજરાત): ભાવનગર શહેરમાં તેલના ધાણાની દુકાનમાંથી બે ગઠિયો ખિસ્સામાંથી મોબાઈલ ચોરી કરતા સીસીટીવીમાં ઝડપાયા હતા. રવિવારના રોજ ભાવનગર શહેરમાં અમીપરા સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ સાદિકઅલી મહંમદ અલી તેલના ધાણા પાસે એ જ વિસ્તારમમાં રહેતા રફીકભાઈ દાસાડીયાએ તેલ લેવા ગયા હતા. તે દરમિયાન બે ચોરોએ તેના ખિસ્સામાંથી મોબાઈલ લઈ ફરાર થાય ગયા હતા.
રફીકભાઈને સમગ્ર બાબતની જાણ ત્યારે થઇ જયારે તેઓ તેના ઘરે પોહચ્યા અને ખિસ્સામાં ફોન ન મળ્યો હતો. ત્યારબાદ તે તરત જ તે તેલની દુકાને ગયા અને ત્યાં સાદિકભાઈને સમગ્ર વાત જણાવી ત્યારે તેણે તરત જ સીસીટીવી ચેક કર્યા હતા. તેમાં જોયું તો એક સગીર બાળક અને એક યુવાન બે વ્યક્તિએ તેના ખિસ્સામાં રહેલો મોબાઈલ લઇ ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
દુકાનના મલિક સાદિકભાઇના જણાવ્યા મુજબ, આ જ વિસ્તારમાં જ રફીકભાઈ રહે છે અને અમારી દુકાને અવારનવાર તેલ લેવા આવે છે. જ્યારે તે બીજી વખત પાછા આવ્યા ત્યારે તેને મને જણાવ્યું હતું કે, મારો મોબાઈલ ખિસ્સામાં હતો અને પછી મને મળતો નથી. તેથી તેને પછી મે તરત જ સીસીટીવી ચેક કરતા એક સગીર બાળક અને યુવાન તેની બાજુમાં ઉભા હતા અને મને ગ્રાહક બનીને ભાવો પૂછતાં હતા, ભાવ પૂછતાં પૂછતાં તેની પાસે રહેલી થેલીની અંદર હાથ નાખીને રફીકભાઈના ઉપલા ખિસ્સામાંથી મોબાઈલ લઈ ભાગી ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.