આપણા દેશમાં લોકો ક્યારેક ક્યારેક મીડિયા ઉપર સવાલ ઉઠાવે છે. પણ આજે અમે તમને જે ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેમાં બાબા રામદેવ જ પત્રકારને ધમકી આપતા જોવા મળ્યા છે. બાબા રામદેવને પેટ્રોલના વધતા ભાવ વિશે થોડાક પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા, પરંતુ તેઓ જવાબ આપતા રોષે ભરાયા હતા અને ન બોલવાનું બોલી ઉઠયા હતા.
મળતી જાણકારી અનુસાર હરિયાણાના કરનાલમાં એક કાર્યક્રમ દરમિયાન પત્રકારે પતંજલિ બ્રાન્ડ એમ્બેસેડર ને પૂછ્યું કે, લોકો એક એવી સરકાર પર વિચાર કરવાની જરૂર છે કે, જે પેટ્રોલ ૪૦ રૂપિયા પ્રતિ લીટર અને રસોઈ ગેસ 300 રૂપિયા પ્રતિ સિલિન્ડર આપે? આ પ્રશ્નો પત્રકારે બાબા રામદેવને પૂછ્યા હતા.
બાબા રામદેવ બોલ્યા ‘શું હું તમારો ઠેકેદાર…’
પત્રકારના જવાબ આપતા બાબા રામદેવ બોલ્યા કે, આવા પ્રશ્નો મહેરબાની કરીને પૂછો નહીં. અને આગળ બોલ્યા કે ‘હું શું તમારો ઠેકેદાર છું, કે તમારા પ્રશ્નોના જવાબ આપું’ ત્યારબાદ બાબા રામદેવ પત્રકાર તરફ ઈશારો કરીને વળતો જવાબ આપે છે કે, ‘બસ ચૂપ રહો.’ અને આગળ કહે છે કે, ‘જો તમે ફરીથી આવા પ્રશ્ન પૂછ્યો તો તે તમારા માટે સારું નહીં રહે.’
તેની સાથે-સાથે બાબા રામદેવે લોકોને મુશ્કેલ સમયમાં વધુ મહેનત કરવાની અપીલ કરી છે. ઉપરાંત તેઓએ કહ્યું કે, જો ઇંધણના ભાવ ઓછા હશે તો સરકારને ટેક્સ નહીં મળે તો પછી દેશ કઈ રીતે ચાલશે? આપણા દેશના જવાનોના પગાર કઈ રીતે ચૂકવશે? અને રોડ-રસ્તાઓ કઈ રીતે બનાવશે.
ઉપરાંત તેઓએ કહ્યું કે, હા મોંઘવારી ઓછી થવી જોઈએ હું સંમત છું… પરંતુ લોકોએ ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. હું પણ સવારે વહેલા ચાર વાગ્યે જાગીને મારું કામ કરું છું. આ વાક્ય બોલતાની સાથે જ બાબા રામદેવની આસપાસ બેઠેલા લોકો તાળીઓ પાડવા લાગે છે.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત શું છે…
દિલ્હીમાં પેટ્રોલ રૂ. 101.81 અને ડીઝલ રૂ. 93.07 પ્રતિ લીટર, મુંબઈમાં પેટ્રોલ રૂ. 116.72 અને ડીઝલ રૂ. 100.94 પ્રતિ લીટર, ચેન્નઈ પેટ્રોલ રૂ. 107.45 અને ડીઝલ રૂ. 97.52 પ્રતિ લીટર, કોલકાતા પેટ્રોલ રૂ. 111.35 અને ડીઝલ રૂ. 96.22 પ્રતિ લીટર ના ભાવ આજના સમયે ચાલી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.