G-7 at Surat Diamond Units: ગતરોજ G-7 દેશોના ના હોદ્દેદારો સુરતની મુલાકાતે આવ્યા હતા. તેમને મીની બજાર સ્થિત નાના યુનિટ, કે જેમાં 3-4 કારીગરો કામ કરતા હોય તેવા કારખાનાથી માંડી ને અદ્યતન કારખાના, કે જેમાં 8-10 હજાર કારીગરો કાર્ય કરતા હોય તેવા, કારખાનાઓ ની મુલાકાત લીધી હતી. તે ઉપરાંત રત્નકલાકાર એસોસિએશન (Diamond Worker Union) તેમજ સુરત ડાયમંડ એસસિયેશનના (Surat Diamond) હોદ્દેદારો સાથે મીટીંગ કરાવવામાં આવી હતી.
G7 હોદ્દેદારોએ ડાયમંડ ઇન્ડસ્ટ્રીના કારખાનેદારો ને અમુક પ્રશ્નો પૂછ્યા હતા. જેમાં મુખ્યત્વે રફ ડાયમંડ નું સોર્સિંગ ક્યાંથી, કઈ રીતે અને કયા આધારે કરવામાં આવે છે. જેવા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેનો કારખાનેદારો એ સંતોષજનક જવાબ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે સુરત ડાયમંડ વર્કર યુનિયનના ભાવેશ ટાંક એ રજૂઆત કરી હતી કે, જી-7 દેશો પણ માનવ અધિકારો ના રક્ષણ માટે અને અભિવ્યક્તિ ની આઝાદી માટે સંઘર્ષ કરી રહ્યા છે અને માનવ અધિકારો ના રક્ષણ માટે ખૂબ મોટુ યોગદાન આપી રહેલ છે. ત્યારે જો જી-7 દેશો રશિયન ડાયમંડ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લગાવશે તો તેની ગંભીર અસર અમારા હીરાઉધોગ ઉપર પડશે. જો રશિયન ડાયમંડ ઉપર જી-7 દેશો પ્રતિબંધ લગાવશે તો અમારા લાખો કામદારો બેરોજગાર બનશે.
રત્નકલાકાર એસોસોિયેશનના હોદ્દેદારો એ G7 હોદ્દેદારો ને રજૂઆત કરી હતી કે સુરત અને સૌરાષ્ટ્રના આસપાસ ના ગામો ના લગભગ 8 લાખ વ્યક્તિઓ નો રોજગાર ડાયમંડ ના વ્યવસાય પર નિર્ભર છે અને G7 દેશોના આગેવાનો એ કોઈ પણ નિર્ણય લેવા પહેલા આ વાત નું ધ્યાન રાખવું જોઈએ.
તે સિવાય આવતી કાલે મુંબઈ ખાતે મિનિસ્ટરી ઓફ કોમર્સ સાથે મુંબઈ ખાતે મિટિંગ છે, જેમાં વિસ્તારથી ચર્ચા કરવામાં આવશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube