G20 Summit 2023: G20 સમિટમાં પહેલી સૌથી મોટી જાહેરાત કરવામાં આવી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડને ભારતના મધ્ય પૂર્વ યુરોપ કનેક્ટિવિટી કોરિડોર (India Middle East Europe Connectivity Corridor)ની જાહેરાત કરી દીધી છે. ભારત, UAE, સાઉદી અરેબિયા, EU, ફ્રાન્સ, ઇટાલી, જર્મની અને અમેરિકા વચ્ચે કનેક્ટિવિટી વધારવા(G20 Summit 2023) માટે તેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિની આ જાહેરાતથી ચીન-પાકિસ્તાનને સોથી મોટો ઝટકો લાગ્યો છે.
આ હતો સૌથી મોટો પડકાર
અહીં એ સમજવું જરૂરી હતું કે લાંબા સમયથી ભારત અને મધ્ય પૂર્વની વચ્ચે વેપાર વધારવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. પરંતુ તે માર્ગ ન તો કારણ કે તે માર્ગ પાકિસ્તાનમાંથી પસાર થઈ શકે છે અને ન તો ચીનની મદદ લઈ શકાય છે. આવી સ્થિતિમાં સૌથી મોટો પડકાર એ હતો આખરે એક નેટવર્કને કેવી રીતે તૈયાર કરવામાં આવે, જેનાથી મધ્ય પૂર્વ સુધી સરળતાથી વેપારને ફેલવી શકાય. આ દિશામાં આ વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે અમેરિકામાં એક મહત્વની બેઠક યોજી હતી. આ બેઠક જ આ નવા પ્રોજેક્ટનો પાયો બની ગયો છે.
ભારત અને યુરોપ વચ્ચે વધશે વેપાર
આ પ્રોજેક્ટ દ્વારા એક તૃતીયાંશ વૈશ્વિક અર્થવ્યવસ્થાને સીધો ફાયદો થવા જઈ રહ્યો છે. મોટી વાતતો એ છે કે આ યોજનામાં ડેટા, રેલ, વીજળી અને હાઈડ્રોજન પાઈપલાઈનનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. અહીં એ સમજવું જરૂરી છે કે આ યોજના દ્વારા ભારત અને યુરોપ વચ્ચે વેપાર 40 ટકા સુધી વધારો થઈ જશે.
ભારત માટે શા માટે છે મહત્વનું?
એનું ઉદાહરણ લઈએ તો, અગાઉ એવું કહેવામાં આવતું હતું કે ભારત અને અમેરિકા એરવાર માટે ઈન્ડો પેસિફિક ક્ષેત્રમાં સાથે કામ કરી શકે છે, પરંતુ મધ્ય પૂર્વમાં આ શક્ય બની શકતું નોતું. પરંતુ હવે ભારત અને અમેરિકાએ ઈઝરાયેલ અને સંયુક્ત આરબ અમીરાતની સાથે મળીને I2U2 ફોરમ બનાવામાં આવ્યું છે. આ સિવાય પાકિસ્તાને પણ હંમેશાથી ભારતના તમામ કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સમાં અડચણો ઉભી કરવાનું કામ કર્યું છે.
અને ઘણી વાર પાકીસ્તાન આ પ્રોજેક્ટમાં અડચણ પણ ઉભી કરી છે.ઉદારહણ તરીકે 1990થી એવું જોવામાં આવ્યું છે કે ભારતને રોકવા માટે તેના પ્રોજેક્ટ્સને ક્યારેય અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી પહોંચવા દેવામાં આવ્યા ન હતા. પરંતુ હવે અમેરિકા સાથે જે પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે તેમાં ન તો પાકિસ્તાનની જરૂર પડશે અને ન તો તે કોઈ પ્રકારનો અડચણ ઉભી કરી શકશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube