ગલવાન ઘાટીમાં ચીની સેનાંને પરસેવો છોડાવી દેનાર શહીદ કર્નલ સંતોષ બાબૂ મરણોપરાંત મહાવીર ચક્રથી થયા સન્માનિત

લદ્દાખ(Ladakh)ની ગલવાન ઘાટીમાં ઓપરેશન સ્નો લેપર્ડ(Operation Snow Leopard) દરમિયાન ચીની સૈનિકો સાથે લડતા શહીદ થયેલા કર્નલ સંતોષ બાબુ(Colonel Santosh Babu)ને મરણોત્તર મહાવીર ચક્ર( Mahavira Chakra) એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે(Ramnath Kovind) તેમની માતા અને પત્નીને એવોર્ડ અર્પણ કર્યો હતો. તે જ સમયે, ઓપરેશન સ્નો લેપર્ડમાં સામેલ નાયબ સુબેદાર નુદુરામ સોરેન, હવાલદાર કે પિલાની, નાઈક દીપક સિંહ અને સિપાહી ગુરતેજ સિંહને પણ વીર ચક્ર એનાયત કરવામાં આવ્યા હતા.

કર્નલ સંતોષ બાબુ બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર હતા:
ચીની સૈનિકોના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે કર્નલ સંતોષ બાબુએ પોતાનો જીવ આપી દીધો હતો. કર્નલ સંતોષ 16 બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ ઓફિસર હતા. હકીકતમાં, 15 જૂને ચીની સૈનિકોની ઘૂસણખોરી રોકવા માટે થયેલી અથડામણ દરમિયાન સેનાના 20 જવાનો શહીદ થયા હતા.

મહાવીર ચક્ર એ ભારતનો બીજો સર્વોચ્ચ વીરતા પુરસ્કાર છે. શહીદ કર્નલ સંતોષ બાબુને મરણોત્તર મહાવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. કર્નલ સંતોષ બાબુએ શહીદ થતા પહેલા ચીની સેના સાથે શાંતિ સ્થાપવા માટે અનેક રાઉન્ડની વાતચીત કરી હતી. આ સાથે ગલવાન ખીણમાં ઓપરેશન સ્નો-લેપર્ડ દરમિયાન ચીની સેના સાથેની હિંસક અથડામણમાં શહીદ થયેલા અન્ય ચાર જવાનોને પણ વીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા.

નાયબ સુબેદાર નુદુરામ સોરેનને ગયા વર્ષે જૂનમાં ઓપરેશન સ્નો લેપર્ડમાં ગલવાન ખીણમાં ચીની સેના દ્વારા કરવામાં આવેલા હુમલા સામે તેમની બહાદુરીભરી કાર્યવાહી માટે મરણોત્તર વીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની પત્નીને એવોર્ડ અર્પણ કર્યો.

ઓપરેશન સ્નો લેપર્ડ અંતર્ગત ગયા વર્ષે જૂનમાં હવાલદાર કે. પલાનીને તેમની બહાદુરીભરી ક્રિયા માટે મરણોત્તર વીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની પત્નીને એવોર્ડ અર્પણ કર્યો.

ઓપરેશન સ્નો લેપર્ડમાં ગલવાન ઘાટીમાં ચીની સેનાના હુમલાનો જવાબ આપતા શહીદ થયેલા નાઈક દીપક સિંહને તેમની બહાદુરી માટે મરણોત્તર વીર ચક્ર એનાયત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની પત્નીને એવોર્ડ અર્પણ કર્યો.

સિપાહી ગુરતેજ સિંહને મરણોત્તર વીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. ઓપરેશન સ્નો લેપર્ડમાં ગલવાનમાં ચીની સેનાનો સામનો કરતા સિપાહી ગુરતેજ સિંહ શહીદ થયા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમના માતા-પિતાને એવોર્ડ અર્પણ કર્યો.

ગલવાન ખાતે ચીની સેના સામે બહાદુરી અને બહાદુરીપૂર્ણ કાર્યવાહી માટે હવાલદાર તેજેન્દ્ર સિંહને વીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા. તેજેન્દ્ર સિંહ ગંભીર રીતે ઘાયલ થયા પછી પણ અડગ રહ્યા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને વીર ચક્રથી સન્માનિત કર્યા.

ગ્રુપ કેપ્ટન અભિનંદનને વીર ચક્ર:
સોમવારે, રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે એરફોર્સના ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનને તેમની અદમ્ય બહાદુરી અને હિંમત માટે સોમવારે વીર ચક્રથી સન્માનિત કર્યા. 2019 માં, અભિનંદને પાકિસ્તાન સાથે હવાઈ અથડામણ દરમિયાન દુશ્મન F-16 ફાઇટર જેટને તોડી પાડ્યું હતું. રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એવોર્ડ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને અન્ય ઘણા મહાનુભાવોએ હાજરી આપી હતી. આ પ્રસંગે અન્ય કેટલાક લશ્કરી જવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *