3 people have died in an accident in Gujarat: રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે.અને બીજી તરફ વધતા જતા બનાવો વચ્ચે વધુ 3 અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર,અમરેલી-સાવરકુંડલા રોડ પર કાર અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં(3 people have died in an accident in Gujarat) એક બાળકીનું કરુણ મોત નીપજ્યું છે. અને બીજી તરફ વેરાવળના લાટી ગામે ખાતે હિટ એન્ડ રનની ઘટનામાં પોલીસકર્મીનું મોત નીપજ્યું છે.અને મહીસાગરના લુણાવાડાના હડોડ ગામ પાસેના અકસ્માતમાં મહિલાનું કરુણ મોત નીપજ્યું છે.
ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીનું મોત
રાજ્યના અમરેલી-સાવરકુંડલા રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર,બોરાળા ગામેથી કેરાળા ગામે જતા પરીવારને અકસ્માત નડ્યો હતો. જેમાં 2 બાળકી અને 1 મહિલા સહિત બાઈકચાલકને ઘણી ઇજાઓ પહોંચી હતી. જોકે ગંભીર રીતે ઇજા પોહાચતા બાળકીનું મોત થયું છે. અને બીજી તરફ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
અકસ્માતમાં પોલીસકર્મીનું ઘટનાસ્થળે મોત
અત્ર ઉલેખીનીય છે કે વેરાવળના લાટી ગામ ખાતે હિટ એન્ડ રનની ઘટના બનતા થયેલા અકસ્માતમાં પોલીસકર્મીનું ઘટનાસ્થળે જ મોત થયું છે. મળતી માહિતી અનુસાર ,હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા ASI એ.કે.રાઠોડ બાઇક લઈને સુત્રાપાડા તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન અજાણ્યા કાર ચાલકે તેમણે અડફેટે લેતા તેમને ગંભીર ઇજાઓ પોહચી હતી તે કારણે તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા પછી કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. જોકે હવે પોલીસે અજાણ્યા કાર ચાલકની શોધખોળ કરી રહ્યું છે.
બાઈક સવાર દંપતિને નડ્યો અકસ્માત
એવી જ એક ઘટના મહીસાગરના લુણાવાડાના હડોડ ગામ પાસે અકસ્માતની ઘટના સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર બાઇક પર જઈ રહેલ દંપતિને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં 40 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. અને બીજી તરફ પતિને ગંભીર પ્રમાણમાં ઈજાઓ થતા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube