સ્વામીનારાયણનો વિરોધ કરનારાને સાચુ સાંભળવાની અને સ્વીકારવાની તાકાત હોય તો જ આ પોસ્ટ વાંચજો…

સાળંગપુર હનુમાનજી (Salangpur Hanumanji Photo) મુદ્દે વિવાદ થયો કે ભૂતકાળમાં થયેલા કોઈ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદ હોય એ બધામાં અમુક ગેંગના જ દર્શન કેમ થાય છે ??? એ એક જ જાગૃત છે એવું? બીજા કોઈને ખબર જ નથી પડતા એવું! બોલનારની કે કહેનારના બોલનો તોલ કરવો જોઈએ. જે ચલમ પીવે, ગાંજો પીવે, મન ફાવે એવી અભદ્ર ભાષા બોલે, રાજ મહેલોમાં રહે, અરે બે નાળચા વાળી શિકારી બંધુક પણ રાખે. એવા લોકો સનાતનની વાત કરે અને એના સ્ટેટમેન્ટ ઉપર જે લોકોને શાસ્ત્રનો ‘શ’ ખબર નથી… જેને રોજ ઉઠીને દારૂ પીવો છે… વાર તહેવારે જુગાર રમવો છે… કુંડાળા વાળીને મહાદેવના પ્રસાદના નામે યુવાનોને ગાંજા ચરસના રવાડે ચડાવવા છે એવા લોકો સનાતન ધર્મની વાત કરે એ કેટલી યોગ્ય? કેટલી તથ્ય વાળી? કેટલી પ્રામાણિક?

સાળંગપૂર હનુમાનજી મુદ્દે વિરોધમાં ઉતરતા પહેલા તમારે નીચેની બાબત પણ સમજી લેવી જોઈએ…

રામ ભગવાને રામેશ્વરની સ્થપના કરી શંકર ભગવાનની પૂજા કરી શંકર ભગવાને પ્રસન્ન થઈ રામ ભગવાનને દર્શન આપ્યા તો શું રામ ભગવાન નાના થઈ ગયા અમે શંકર ભગવાન મોટા થઈ ગયા?!

અરે !!! ભાઈઓ એ અવતાર અવતાર વચ્ચેનો વિવેક છે. કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે મહાદેવજી વેશ પલટો કરીને આવ્યા…”જેના ઉપર નગરમેં જોગી આયા” આ પ્રખ્યાત પદની રચના થઈ. તો શું કૃષ્ણ ભગવાનના દર્શન કરવા મહાદેવજી આવ્યા તો મહાદેવજી નાના થઈ ગયા? અરે!! !ભાઈઓ એ અવતાર અવતાર વચ્ચેનો વિવેક છે…

અરે ભાઈ 2.5 લાખ વર્ષ પહેલાં રામ ભગવાન હોય શકે, 5000 વર્ષ પહેલાં કૃષ્ણ ભગવાન હોય શકે, તો 200 વર્ષ પહેલાં સ્વામિનારાયણ ભગવાન ન હોય શકે?!
ભગવાન સ્વામિનારાયણ 49 ની નાની આયુમાં અનેક લૂંટારાને સુધાર્યા, ખૂનીને મુનિ બનાવ્યા, વહેમ, વ્યસન અને વેર ભાવ છોડાવી ભગવાન સન્મુખ કર્યા.

બસ્સો વર્ષ પહેલા ગામડે ગામડે સંતોને વિચરણ માટે મોકલી સંત કોને કહેવાય, કેવા હોવા જોઈએ??? તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું… ભારતીય સાહિત્યમાં મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, કવિવર દલપતરામ વગેરે શું બુદ્ધિ વગરના હતા? સ્વામિનારાયણ ભગવાને જે મંદિર નિર્માણના કાર્યો કર્યા તે પણ અદ્વિતિય હતા. અન્ય એક સત્યવાત પણ આપણે બધાએ જાણવા અને સ્વીકરવા જેવી છે કે, ભગવાન શ્રીકૃષ્ણના અવતારના 100 વર્ષના ગાળામાં જ એમના ચરિત્રો લખાયા છે. ભગવાન શ્રી રામચંદ્રજીના સમયમાં જ વાલ્મીકિજીએ એમના ચરિત્રને જોઈને રામાયણ લખ્યું…. એમણે 2.5 લાખ વર્ષ કે 5000 વર્ષની રાહ નહોતી જોઈ….
એ સમયમાં સારુ થયું મીડિયા કે કોર્ટ નહોતી નહિતર અત્યારે જે સ્વામીનારાયણ ભગવાનનો વિરોધ કરે છે એ લોકો ત્યારના જમાનામાં વ્યાસજી કે વાલ્મીકિજી સામે કેસ કર્યો હોત કે 200 વર્ષ પહેલાં જન્મેલા ને ભગવાન ન કહેવાય.

પણ ખેર!!! તમે તો દૂધમાંથી પુરા કાઢવા વાળા લોકો છે તમે સ્વામિનારાયણ સંપ્રદાયને જડ મૂળમાંથી ઉખેડી નાખવાનો પ્રયાસમાં તન તોડ મહેનત કરો છો, પણ આંખ વાળા આંધળા ભાઈઓ, કાન વારા બહેરા ભાઈઓ તમારા વિરોધ વચ્ચે પણ સ્વામીનારાયણ વાળાનો જ વિકાસ થાય છે. કેમ કે સાચું એ કાયમ સાચું જ રહે. સ્વામીનારાયણ વાળા ભગવાનના કે કોઈ માતાજીના વિરોધી જ હોય તો સ્વામીનારાયણ  સંપ્રદાયનો નાશ વહેલી તકે થઈ ગયો હોત, દેવી પ્રકોપ, દેવ પ્રકોપ કોઈને ન છોડે તો પછી સ્વામીનારાયણ વાળાનો વિકાસ તો બમણા વેગે શરુ છે.

હવે આવીએ હનુમાનજીની (Salangpur Hanumanji) વાત પર, હનુમાનજી  ચિરંજીવી છે, તો એ ચિરંજીવી હનુમાન દાદા (Salangpur Hanumanji) સ્વામિનારાયણ ભગવાનના વખતમાં ભગવાનને ફળાહાર અર્પણ કરે એમાં તમને કેમ શંકા જન્મે છે? જો સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રોમાં તમને શંકા જન્મે તો અન્ય અવતારોના વખતમાં જે બન્યું એમાં પણ શંકા થવી જ જોઈએ… પણ આવું દર વખતે બને છે એનું એક જ કારણ સ્પષ્ટ છે કે…સ્વામિનારાયણ સંપ્રદાયનો વ્યાપ વધે છે જે વિરોધ કરનારને જરા પણ પછી શકતું નથી.

બાકી હવે જે બાબતો કહી રહ્યો છું એનો પણ વિરોધ આ સનાતાનીઓ ને કરવો જ જોઈએ… અત્યારે જે સિરિયલ ચાલે છે તેમાં મહાદેવજીના ચરિત્રો કહેવાય છે એવા જ ચરિત્રો હિન્દૂ શાસ્ત્રોમાં લખાયેલા છે.!!! કૃષ્ણ ભગવાન ઉપર જે સિરિયલ ચાલે છે તેમાં તો ભગવાનનું માત્ર પ્રેમી સ્વરૂપ જ ઉજાગર કરે છે અને એ પણ તદ્દન ખોટું તો એમાં મોટા વાળ વાળા બાપુજીઓને, અલી મૌલા કરનારા કથાકારો, કલાકારોને કોઈ વિરોધ જ નથી. એવું કેમ ભાઈ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *