પોર-વરસાડા પાસે કન્ટેનર અને એસટી બસ વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, 20 મુસાફરો…

An accident occurred between a container and an ST bus: રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના વડોદરાથી અમે આવી છે.જેમાં કરજણ જતા કન્ટેનરે નેશનલ હાઈવે-48 પર પોર-વરસાડા વચ્ચે ડિવાઇડર કૂદાવી સામે વડોદરા તરફ આવી રહેલી મિનિ બસ અને આઇસરને ટક્કર મારતા અકસ્માત( An accident occurred between a container and an ST bus ) સર્જાયો હતો. બસમાં મુસાફરી કરી રહેલા ડ્રાઇવર, કંડક્ટર સહિત 15ને ઇજા પહોંચતા 10 મુસાફરોને વડોદરા ખસેડવામાં આવ્યા હતા. જે પૈકી બે મુસાફરોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે ઘટના સ્થળ પર વાહનોની લાંબી કતારો લાગી હતી.તેમજ રસ્તા પર લોકોની ચિચિયારીઓ ગુંજી ઉઠી હતી.

કન્ટેનરે મિનિ બસ અને એક આઇસર ટેમ્પાને ટક્કર મારી
સમગ્ર ઘટના અંગે જાણવા મળ્યા મુજબ સાધલી એસટી ડેપોથી 6:30 વાગે કિર્તિસ્તંભ આવવા માટે મિનિ બસ લઇ ડ્રાઇવર ધર્મેશભાઈ બારીયા અને કંડકટર દક્ષાબેન પરમાર નીકળ્યા હતા. મુસાફરોથી ભરેલી બસ પોર-વરસાડા પાસેથી પસાર થઈ રહી હતી .ત્યારે 19:24 વાગે અચાનક સામેથી આવેલા કન્ટેનરે મિનિ બસ અને એક આઇસર ટેમ્પાને ટક્કર મારી હતી. અકસ્માતને પગલે બસમાં બેઠેલા મુસાફરોની ચીચીયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. સ્થાનિક લોકોએ 108 અને પોલીસને જાણ કરતા દોડી આવેલા 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તો પૈકી ડ્રાઇવર કંડક્ટર સહિત 10 ઇજાગ્રસ્તોને વડોદરા ખસેડવામાં આવ્યા હતા.

રાહતની વાત એ છે કે કોઈનું મૃત્યુ થયું નથી
જ્યારે અન્યને નજીકના દવાખાને સારવાર આપવામાં આવી હતી. બનાવને પગલે કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ, શહેરના ડેપ્યુટી મેયર અને મહિલા કોર્પોરેટર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઇજાગ્રસ્તો પૈકી કોઈને ગંભીરતા જણાશે તો તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવાની પણ તેમને હૈયાધારણ આપી હતી જોકે અકસ્માતમાં કોઈનું મૃત્યુ થયું નથી.

3 ક્રેઇનોથી વાહનો હટાવી ટ્રાફિક ક્લીયર કરાયો
પોલીસે ઘટના સ્થળે ટ્રાફિક ક્લિયર કરવા કવાયત કરી હતી. ધારાસભ્ય અક્ષય પટેલે જણાવ્યું કે સ્થળ ઉપર અંધારું હતું તેમજ ઘટનાના પગલે ભારે ટ્રાફિકજમણા દ્રશ્યો સર્જાયા હતા.ત્યારે આ ટ્રાફિકને હળવું કરવા માટે 3 ક્રેઇન મંગાવી અકસ્માતવાળા વાહનો ખસેડી ટ્રાફિક ક્લિયર કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.