અધવચ્ચે ભરખી ગયો કાળ: પાલનપુર-આબુ હાઇવે પર ટાયર ફાટતાં કાર પલટી, એકનું ઘટનાસ્થળે જ મોત

Palanpur-Abu Highway Accident: છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જે રીતે વાહનોની સંખ્યા વધી રહી છે, તે જ…

Palanpur-Abu Highway Accident: છેલ્લાં કેટલાંક સમયથી રાજ્યમાં રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જે રીતે વાહનોની સંખ્યા વધી રહી છે, તે જ રીતે અકસ્માતોમાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે વધુ એક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે.પાલનપુર-આબુરોડ હાઈવે(Palanpur-Abu Highway Accident) પર ગાડીનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. જ્યારે એકને ગંભીર ઇજાઓ પહોંચતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યું મોત
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતમાં દિનપ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે.ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ પાલનપુર-આબુરોડ હાઈવે પર ગાડીનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી હતી.જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.જયારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો.હાઇવે પર આ ઘટના બનતા લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા.તેમજ આ અંગે પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તેઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.ત્યારે પોલીસે આ મૃતદેહને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

ટાયર ફાટતાં ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, અકસ્માતના કારણે એક બાદ એક લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે અમદાવાદનો એક પરિવાર આબુરોડ તરફથી પરત અમદાવાદ જઈ રહ્યો હતો ત્યારે પાલનપુર-આબુ હાઇવે પર રામજીયાણી ગામ નજીક ગાડીનું ટાયર ફાટતાં ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે ગાડી ફંગોળાઇને રોડની સાઇડમાં ખાબકી હતી. જેમાં એકનું ઘટનાસ્થળે મોત થયું હતું. જ્યારે એક ગંભીર રીતે ઘવાતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ઘણા લોકો રોજ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવી રહ્યા છે અને આ અગાઉ પણ આવી ઘટના સામે આવી ચુકી છે.