લોહી-લુહાણ થયો રાજકોટ-અમદાવાદ હાઇવે: ટ્રક પાછળ કાર ઘૂસી જતા બે લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત 

હાલ અકસ્માત (Accident)ની એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં રાજકોટ અમદાવાદ હાઈવે(Rajkot Ahmedabad Highway) પર માલીયાસણ(Maliasan) ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે 8 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 3 લોકોની હાલત ગંભીર હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ગમખ્વાર અકસ્માત:
મળતી માહિતી અનુસાર, રાજકોટથી અમદાવાદ જતી વેળાએ ટ્રક અને ઇકો કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા માલીયાસણ ગામ નજીક ટ્રક પાછળ ઇકો કાર ઘૂસી ગઈ હતી. જેમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જ્યારે 8 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે.

કારમાં આગળ બેઠેલા વૃદ્ધનું સ્થળ પર જ મોત:
અકસ્માત એટલો ભયંકર હતો કે, ટ્રકનો પાછળનો ભાગ બેથી ત્રણ ફૂટ સુધી ઇકો કારને ચીરીને અંદર ઘૂસી ગયો હતો. જેમાં ઇકો કારમાં આગળની સીટ પર બેઠેલાં વૃદ્ધનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ સિવાય વધુ એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. તેમજ ઈજાગ્રસ્ત થયેલા 8 લોકોમાંથી 3 જેટલા લોકો વધુ ગંભીર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

ઘટનાની જાણ થતા જ પોલીસ તાત્કાલિક પણે 108ની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવા કાર્યવાહી હાથ ધરી હતી. હાલ આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *