કોઈપણ નાના બાળકને પણ પૂછો કે, 2 ઓક્ટોબર એટલે શું તો તે બાળક આસાનીથી ઉત્તર આપી દેશે કે, ગાંધી જયંતી! રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીનો જન્મ 2 ઓક્ટોબર વર્ષ 1869ના રોજ ગુજરાતમાં આવેલ પોરબંદર શહેરમાં થયો હતો. ગત વર્ષે જ આપણે ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણી કરી ચૂક્યા છીએ.
આજે ગાંધીજીની જન્મ જયંતિ છે ત્યારે સમગ્ર વિશ્વમાં એમની રહેલ પ્રતિમાઓ તથા ખાસ કરીને તો અમેરિકામાં રહેલ એમની પ્રતિમા વિશે વાત કરીએ. જે રીતે ગાંધીજીની સત્ય તથા અહિંસાના વિચારોને માત્ર ભારતમાં જ નહીં પણ સમગ્ર વિશ્વમાં ભણાવવામાં આવે છે એમ એમની પ્રતિમા પણ દુનિયાના ઘણાં દેશોમાં આવેલ છે. આપને એ વાત જાણીને નવાઈ લાગશે કે, ગાંધીજીએ અમેરિકાની ક્યારેય મુલાકાત લીધેલી નથી એમ છતાં અહીં એમની કુલ 2 ડઝન જેટલી પ્રતિમાઓ આવેલી છે.
અમેરિકામાં ગાંધીજીની કુલ 2 ડઝન પ્રતિમા :
ગાંધીજીએ પોતાના જીવનકાળ દરમિયાન ક્યારેય પણ અમેરિકાનો પ્રવાસ કર્યો નથી. એમ છતાં એક અંદાજ મુજબ ત્યાં ગાંધીજીની કુલ 2 ડઝનથી વધુ પ્રતિમા એટલે કે મૂર્તિઓ આવેલી છે. જો કે, આ અંગે ખૂબ જ ખાખાખોળા કરવા છતાં કોઈ અધિકારિક રેકોર્ડ ઉપલબ્ધ નથી.
એક ન્યૂઝ એજન્સીની સાથે વાતચીત કરતા પ્રખ્યાત ભારતીય અમેરિકન સુભાષ રાઝદાને જણાવતાં કહ્યુ હતું કે, ભારતને બાદ કરતા વિદેશમાં જો મહાત્મા ગાંધીની સૌથી વધુ પ્રતિમા હોય તો એ અમેરિકામાં છે. રાઝદાન એટલાન્ટા સ્થિત ધ ગાંધી ફાઉન્ડેશનનાં ચેરમેન છે. વિશ્વના દેશોમાં રહેલ ગાંધીજીની પ્રતિમાઓ ખરેખર ભારતીયો તથા પ્રવાસી ભારતીયોની માટે ગૌરવની વાત છે.
અમેરિકામાં ગાંધીજીની પ્રતિમાની વાત કરીએ તો અહીં 2 ઓક્ટોબર વર્ષ 1986નાં રોજ ન્યૂયોર્ક શહેરનાં જાણીતાં યુનિયન સ્ક્વેર પાર્ક ખાતે ગાંધીજીની પહેલી વિશાળ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. ગાંધીજીની કુલ 8 ફૂટ ઊંચી કાંસાની આ પ્રતિમા શિલ્પકાર કાંતિલાલ બી. પટેલ તરફથી તૈયાર કરવામાં આવી હતી. આ પ્રતિમાને વર્ષ 2001માં હટાવીને સાચવી રાખવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2002માં ગાર્ડનમાં ફરીથી સ્થાપિત કરી દેવામાં આવી હતી.
અમેરિકાના કયા કયા શહેરમાં ગાંધીની પ્રતિમા આવેલ છે :
ફ્લિન્ટ પીસ પાર્ક (ફ્લિન્ટ શહેર, મિશિગન), મિલવોકી કાઉન્ટી કોર્ટહાઉસ (મિલવોકી), પેસિફિક મેમોરિયલ, (શેરબોર્ન-માસાચુસેટ્સ), મિલસેપ કોલેજ (જેક્શન- મિસિસિપી), મિસિસીપી ઇન પ્લાઝા- કેલિફોર્નિયા, ઇમ્બારકેડેરો સેન્ટર- સાન ફ્રાન્સિસ્કો, શાંતિ ફંડ, હાપો- લૉંગ આઇલેન્ડ (ન્યૂયોર્ક) વગેરે જગ્યા પર ગાંધીજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.
આની ઉપરાંત નોર્થ કોરોલીનાનાં ચાર્લોટ શહેર, હુવાઈનાં હોનોલુલુ, વર્જિનિયાની જેમ્સ મેડિસન યુનિવર્સિટી, ઓહાયો, એટલાન્ટા ખાતે આવેલ માર્ટિન લ્યુથર કિંગ મેમેરોરિય સેન્ટર, હાઉસ્ટનનાં હર્મન પાર્ક વગેરે ખાતે પણ ગાંધીજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle