છેલ્લા 4 દિવસથી ગુજરાતના વિદ્યાર્થીઓ ગાંધીનગર ખાતે બિન સચિવાલય પરીક્ષામાં થયેલી ગેરરીતિ માં યોગ્ય ન્યાય મળે તેમજ પરીક્ષા રદ્દ કરવામાં આવે એ મુદ્દાના સમર્થન માં આજ રોજ બોટાદ ખાતે વિદ્યાર્થી સંઘર્ષ સમિતિ-બોટાદ મામલતદારશ્રી ને આવેદન પત્ર આપવામાં આવ્યું અને વિદ્યાર્થીઓને જલ્દીથી ન્યાય મળે તે બાબતે ઉગ્ર રજુઆત કરી.
આવેદન પત્ર માં આ માંગણીઓ કરાઈ હતી
1. આ પરીક્ષામાં થયેલ ગેરરીતિને લઇ ને આ પરીક્ષા રદ્દ કરવી.
2.ગાંધીનગરમાં આ બાબતે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓને ન્યાય આપો.
3.વર્ગ-૩ ના અધિકારી માટે જે લાયકાત જૂની 12 પાસ ના બદલે ગ્રેજ્યુએટ કરી છે તે સારી બાબત છે પરંતુ જો વર્ગ-૩ના અધિકારી માટે લાયકાત જરૂરી હોય તો દેશ ચલાવવા માટેના કોઈપણ પદ માટે કોઈપણ લાયકાત ની જરૂરિયાત ના હોય તો વર્ગ-૩ના અધિકારી શા માટે?
4.જો આ બાબતને ધ્યાનમાં લેવામાં નહીં આવે અને જો પરીક્ષા રદ કરવામાં નહીં આવે તો રવિવાર ના રોજ લેવાના જીપીએસસી પરીક્ષા નો પણ બહિષ્કાર કરવામાં આવશે.
5. ભવિષ્યમાં લેવાનાર પરિક્ષાઓ માં આ પ્રકારની ગેરરીતિ ન થાય એવી જોગવાઈ કરવામાં આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.