ગાંધીનગર IITEના 19 વર્ષીય વિદ્યાર્થીએ ટ્રેન નીચે પડતું મૂકી આણ્યો જીવનનો અંત- આપઘાતનું કારણ જાણીને ધ્રુજી ઉઠશો

ગાંધીનગર(Gandhinagar): શહેરની IITEમાં અભ્યાસ કરતા 19 વર્ષના વિદ્યાર્થીએ ગાંધીનગર રેલવે સ્ટેશન(Gandhinagar Railway Station)થી LDRP બાજુ જતાં રેલવે ટ્રેક ઉપરથી પસાર થઇ રહેલી દિલ્હી મેલ ટ્રેનનાં એન્જિન નીચે પડતું મુકી આપઘાત કરી લીધો હોવાની ચકચારી ઘટના સામે અવી છે. અચાનક આશાસ્પદ વિદ્યાર્થીએ ટ્રેન નીચે પડતું મુકી આપઘાત કરી લેતાં IITE કેમ્પસમાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટનાના પગલે રેલવે પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

19 વર્ષના યુવાનનો આપઘાત:

મળતી માહિતી અનુસાર, ગાંધીનગરની આઈઆઈટીઈ કોલેજના 19 વર્ષના યુવાને ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. ટ્રેન નીચે પડતું મૂકનાર વિદ્યાર્થી ગાંધીનગરની IITEનો વિદ્યાર્થી હોવાનું રેલવે પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. આ અંગે રેલ્વે પોલીસનાં સૂત્રોએ જણાવતા કહ્યું હતું કે, ગાંધીનગરની IITEકોલેજમાં 19 વર્ષના કેશવ સંદીપભાઈ ખેતીયા ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહ્યો છે.

ઘટનાસ્થળ ઉપર પહોંચી રેલ્વે પોલીસ:

આ સમગ્ર ઘટનાની જાણ થતાં રેલ્વે પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઈ હતી. ત્યારે સ્થાનિક કોર્પોરેટરો પણ રેલવે ટ્રેક ખાતે દોડી આવ્યા હતા. ત્યારબાદ તપાસ કરવામાં આવતા યુવક IITEનો વિદ્યાર્થી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. જેનાં લીધે કેશવનાં સાથી વિધાર્થીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરાઈ:

મહત્વનું છે કે, હાલમાં મૃતકની લાશનું ગાંધીનગર સિવિલમાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જ્યારે તેના સાથી વિદ્યાર્થીઓની પૂછતાંછમાં કેશવ પરીક્ષામાં નાપાસ થયો હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં તો તેના પરિવારને જાણ કરીને બોલાવી લેવામાં આવ્યા છે અને તેઓની પૂછતાંછ પછી આપઘાતનું ચોક્કસ કારણ જાણી શકાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અંગે IITEમાં અભ્યાસ કરતાં મૃતકના એક મિત્ર સાથેની વાતમાં જાણવા મળ્યું હતું કે, કેશવ ભણવામાં ખૂબ હોંશિયાર હતો. પરંતુ આ વખતેની પરીક્ષામાં હાજરી ઓછી હોવાને કારણે તેને પરીક્ષામાં બેસવા દીધો ન હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *