મોરબી / દીકરીઓની છેડતી કરતા લુખ્ખાઓને નથી રહ્યો કોઈનો ડર? વિડીયો જોઈને તમે જ કહો આ નરાધમોને શું સજા મળવી જોઈએ?

મોરબી(Morbi): શહેરમાં લુખ્ખાઓનો ત્રાસ સામે આવ્યો છે. વાત કરવામાં આવે તો મોરબી સુપર માર્કેટમાં વિદ્યાર્થીનીઓની ખુલ્લેઆમ છેડતી (morbi molestation of girls) કરી રહેલા લુખ્ખાઓનો વિડીયો…

મોરબી(Morbi): શહેરમાં લુખ્ખાઓનો ત્રાસ સામે આવ્યો છે. વાત કરવામાં આવે તો મોરબી સુપર માર્કેટમાં વિદ્યાર્થીનીઓની ખુલ્લેઆમ છેડતી (morbi molestation of girls) કરી રહેલા લુખ્ખાઓનો વિડીયો સામે આવ્યો છે. જે કોઈનો પણ ડર રાખ્યા વગર પોતે જ કઈ છે, તેવું માનીને દીકરીઓને હેરાન કરી રહ્યા છે. જેનો વિડીયો( Morbi Video) સામે આવ્યો છે.

વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ:

મળતી માહિતી અનુસાર, મોરબીના સુપર માર્કેટમાં (Morbi Super Market) જાહેરમાં વિદ્યાર્થીનીઓની છેડતી કરતા યુવકોનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ વિડીયોને જોઈને લોકો કહી રહ્યા છે કે, આ લુખ્ખાઓને પોલીસ હવાલે કરો.

વિદ્યાર્થીનીઓની છેડતી:

સીસીટીવી વિડીયોમાં જોઈ શકાય છે કે, અમુક લુખ્ખાઓ જાણે વિદ્યાર્થીનીઓની રાહ જોઈને જ બેઠા હોય. જેવી દીકરીઓ ત્યાંથી પસાર થાય છે અને તેની છેડતી લુખ્ખાઓ કરી રહ્યા છે. જોઈ શકાય છે કે, જઈ રહેલી વિદ્યાર્થીનીઓની વચ્ચે પગ રાખીને તેમને હેરાન કરવામાં આવી રહી છે.

મહત્વનું છે કે, આ પ્રકારની હરકત કરી રહેલા લુખ્ખાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેની તાત્કાલિક જરૂર છે. મોરબી શહેરમાં દીકરીઓની છેડતી કરતા લુખ્ખાઓ સામે પોલીસ ક્યારે લાલ આંખ કરશે તે તો જોવું જ રહ્યું. વહેલામાં વહેલી તકે આવા લુખ્ખાઓ સામે કડક પગલા ભરવામાં આવે તેવી મોરબી શહેરીજનોનું કહેવું છે.

કોઈપણ ચરંબંધીના દીકરા ને છોડવામાં નહિ આવે : કાન્તિ અમૃતિયા

ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીની છેડતી મામલે મોરબીના ધારશભ્ય કાન્તિલાલ અમૃતિયા (Morbi MLA Kanti Amrutiya) આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. મોરબી સુપર માર્કેટમાં વિધાર્થીનીઓની ખુલ્લેઆમ છેડતી કરતા હોય તેવો વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. જેને લઈને કાંતિલાલ અમૃતિયા દ્વારા અસામાજિક તત્વોને છોડવામાં નહિ આવે, અને લુખ્ખાઓ સામે કડક કાર્યવાહી કરવાની ખાત્રી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *