ગાંધીનગર આરટીઓ દ્વારા લાયસન્સ વગર વાહન ચલાવવા, વાહન રજીસ્ટ્રેશન વગર વાહન ચલાવવા, ટેક્ષ ભર્યા વગર વાહન ચલાવવા સહિતના વિવિધ મોટર વ્હિકલ એક્ટ હેઠળ છેલ્લા બે વર્ષમાં કુલ 182 વાહનો સીઝ કર્યા છે. આ ઉપરાંત જિલ્લાના માર્ગો ઉપર ઓવરલોડેડ બેફામ ફરતા વાહનો સામે પણ ઝુંબેશ ચલાવવામાં આવી છે જે અંતર્ગત બે વર્ષમાં કુલ 829 વાહનોને પકડવામાં આવ્યા છે. જેમની પાસેથી 40 લાખ રૂપિયાનો દંડ પણ વસુલવામાં આવ્યો છે.
આ બાબતે સિધ્ધપુરના ધારાસભ્યએ આજે વિધાનસભામાં પ્રશ્ન કર્યોહતો. તેમણે પ્રશ્નોત્તરીમાં પુછ્યું હતું કે, છેલ્લા બે વર્ષ દરમિયાન ગાંધીનગર જિલ્લામાં ઓવરલોડેડ વાહનો આરટીઓ દ્વારા કેટલા પકડવામાં આવ્યા તેમની પાસેથી સ્થળ ઉપર તેમજ બાદમાં કુલ કેટલો દંડ વસુલવામાં આવ્યો તેમજ વિવિધ ગુન્હાઓ હેઠળ આરટીઓએ કેટલા વાહનો સીઝ કર્યા? આ પ્રશ્નોના જવાબ આપતા વાહન વ્યવહાર મંત્રીએ જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કુલ 829 ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
જેમાં વર્ષ 2017-18માં 411 વાહનો પકડવામાં આવ્યા હતા જેમની પાસેથી 16.10 લાખ રૂપિયા દંડ સ્થળ ઉપર જ લેવામાં આવ્યો હતો જ્યારે બાકી રહેલા ત્રણ લાખની બાદમાં રીકવરી કરવામાં આવી હતી. આવી જ રીતે વર્ષ ૨૦૧૮-૧૯ દરમિયાન કુલ 418 ઓવરલોડેડ વાહનો સામે કાર્યવાહી કરાઇ હતી જેમાં 20.73 લાખ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે. આમ, બે વર્ષમાં કુલ 829 ઓવરલોડેડ વાહનો પકડયા અને તેમના માલિક પાસેથી કુલ 40 લાખ જેટલો દંડ વસુલવામાં આવ્યો છે.
જ્યારે મોટર વ્હિકલ એક્ટ 1988 અનુસાર લાયસન્સ વગર વાહન ચલાવવું, પુરતી ઉંમર સિવાય વાહન ચલાવવું, રજીસ્ટ્રેશન કર્યા વિના વાહન ચલાવવા તથા ગુજરાત મોટર વ્હિકલ એક્ટ 1958ની કલમ 12-બી મુજબ વાહનોના બાકી ટેક્ષ જેવા ગુના માટે વાહન ડીટેઇન કરવાની જોગવાઇ છે. આ વિવિધ ગુના હેઠળ ગાંધીનગર આરટીઓએ બે વર્ષમાં કુલ 182 વાહનો ડીટેઇન કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.