અમદાવાદથી ગાંધીનગર જતાં પહેલા આ ખાસ વાંચો, વાઇબ્રન્ટ સમિટના કારણે ટ્રાફિક વિભાગ દ્વારા કરાઈ આ ખાસ વ્યવસ્થા

VIBRANT GUJARAT SUMMIT 2024: વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં વડાપ્રધાન સહિત દેશ-વિદેશનાં મહેમાનો, ઉદ્યોગપતિ અમદાવાદ-ગાંધીનગરમાં આવી રહ્યા છે. જેથી એરપોર્ટ તેમજ SG હાઈવે પર સતત વીવીઆઈપીની અવર…

VIBRANT GUJARAT SUMMIT 2024: વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં વડાપ્રધાન સહિત દેશ-વિદેશનાં મહેમાનો, ઉદ્યોગપતિ અમદાવાદ-ગાંધીનગરમાં આવી રહ્યા છે. જેથી એરપોર્ટ તેમજ SG હાઈવે પર સતત વીવીઆઈપીની અવર જવર ચાલુ જ રહેશે.  જેને લઈ ટ્રાફિક પોલીસ દ્વારા તારીખ 9 થી 12 જાન્યુઆરી સુધી એરપોર્ટ સર્કલથી ડફનાળા તેમજ વૈષ્ણોદેવી તેમજ SG હાઈવે બાજુનાં રોડ પર વાહનો લઈને નીકળવા પર પ્રતિબંધ (VIBRANT GUJARAT SUMMIT 2024) મુકવામાં આવ્યો છે.

વડાપ્રધાનનાં રોડશો ને લઈ શું કહ્યું ટ્રાફિક DCPએ
આ બાબતે ટ્રાફિક DCP સફીન હસને જણાવ્યું છે કે, મંગળવારે વડાપ્રધાન તેમજ યુએઈનાં રાષ્ટ્રપતિનાં રોડ શોને લઈ એરપોર્ટથી ઈન્દિરાબ્રિજ સુધી યોજાવાનો છે. પરંતું રોડ શો ને લઈ એક પણ રસ્તો બંધ કરવામાં આવશે ન હતી. ત્યારે વાહન ચાલકોને બે રોડનો ઉપયોગ કરવા સૂચન કરી દેવામાં આવ્યું છે.

વૈકલ્પિક રૂટ તરીકે ક્યાં રોડનો ઉપયોગ કરશો
પૂર્વ અમદાવાદનાં લોકો ગાંધીનગર આવવા-જવા માટે નાના ચિલોડાથી નરોડા થઈ મેમ્કોવાળા રોડનો ઉપયોગ કરી શકે છે

વૈષ્ણોદેવીથી ઝુંડાલ થઈ તપોવન સર્કલ થઈ ગાંધીનગર જતા રોડનો ઉપયોગ પણ કરી શકે છે

નરોડાથી એરપોર્ટ થઈ ભદ્રેશ્વર થઈ સરદારનગર વાળા રોડનો ઉપયોગ કરવો

મોદીનો રોડ શો હશે પ્લાસ્ટિક મુક્ત હશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે છે. ત્યારે વડાપ્રધાન તેમજ યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન ગુજરાત આવતા હોવાથી તેમનો રોડ શો યોજાનાર છે. ત્યારે રોડ શો નાં રૂટને પ્લાસ્ટિક મુક્ત જાહેર કરાયો છે. તેમજ સ્ટેજ પર પાણીની બોટલની જગ્યાએ પેપર કપમાં પાણી આપવામાં આવશે. તેમજ સફાઈ કામદારો દ્વારા પણ તાત્કાલીક સફાઈ કરી દેવામાં આવશે.

તેમજ ગુજસેલ સર્કલથી ઈન્દિરા બ્રિજ સુધી કુલ 15 સ્ટેજ ઉભા કરવામાં આવ્યા છે. તેમજ સમગ્ર રૂટને પ્લાસ્ટિક મુક્ત જાહેર કરી દેવામાં આવ્યો છે. ત્યારે મ્યુનિપલ કોર્પોરેશન દ્વારા પણ સમગ્ર રૂટ પર 400 જેટલા ડસ્ટબીન પણ મુકવામાં આવ્યા છે. તો 200 જેટલા સફાઈ કામદારો તેમજ 3 સ્વીપર મશીન અને 5 છોટા હાથી કલેક્શન વાન પણ મુકવામાં આવ્યા છે.