સુરત બાદ ગુજરાતના આ શહેરમાં પ્રેમિકા ઉપર કાળ બની ત્રાટક્યો પ્રેમી- કટરથી ગળું કાપી આડેઘડ ઝીંક્યા ઘા

ગુજરાત(Gujarat): ગ્રીષ્મા વેકરિયા(Grishma Vekaria murder)ની હત્યાની શાહી હજુ સુકાઈ નથી ત્યારે આ પ્રકારની બીજી ઘટનાથી સમગ્ર રાજ્ય હચમચી ઉઠ્યું છે. ત્યારે પાટનગર ગાંધીનગરમાં પણ આવી જ એક ઘટના બની છે. ગાંધીનગર(Gandhinagar)ની અમરાપુર(Amarpur) નદીની કેનાલમાં પ્રેમીએ બળજબરીથી સગીર પ્રેમિકાનું ગળું કટરથી કાપી નાખ્યું અને આડેઘડ ઘા માર્યા હતા. ઘટનાની જાણ થતાં જ સગીરાના કાકા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને 108ની મદદથી સગીરાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સગીરા હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે, હાલત ગંભીર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આ અંગે મળતી માહિતી અનુસાર ગાંધીનગરના લીંબોદરા ગામમાં ધોરણ 12માં અભ્યાસ કરતી સગીરા આજે શાળાની પરીક્ષા આપવા ગઈ હતી. બપોરના સુમારે રસ્તામાં ગામનો રહીશ સંજય સેધાજી ઠાકોર તેને મળ્યો. ત્યારપછી સંજયે સગીરાને કહ્યું કે તારા કાકા તને બોલાવી રહ્યા છે અને તેવું કહીને બાઇક પર અમરપુર નદીના ઘાટ પર લઈ ગયો. અહીં થોડી વાત કર્યા પછી તેણે જબરદસ્તી શરૂ કરી હતી.

જોકે, સગીરા અને  સંજય બંને વચ્ચે ઝઘડો થતાં સંજય ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે તીક્ષ્ણ કટર વડે સગીરાનું ગળું કાપી નાખ્યું હતું. બીજી તરફ સગીરાના ગળામાંથી ભારે લોહી વહી જવાના કારણે તેના કાકાને ફોન કર્યો હતો. જે બાદ તેના કાકા પણ કોતરમાં દોડી ગયા હતા. પોલીસ અનેને 108 એમ્બ્યુલન્સ બોલાવી લીધી હતી. સૂત્રોએ જણાવ્યું કે સગીરાની હાલત હાલ નાજુક છે. હાલ પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે.

સુરતમાં પણ એકતરફી પ્રેમીએ યુવતીનું ગળું કાપી નાખ્યું:
સુરત કામરેજના પાસોદ્રા પાટિયા પાસેબો એક વિડિયો સામે આવ્યો છે કે એક ઉશ્કેરાયેલા યુવકે જાહેરમાં યુવતીનું ગળું કાપી હત્યા કરી હતી. યુવક છેલ્લા ઘણા દિવસોથી યુવતીનો પીછો કરતો હતો. થોડા દિવસો પહેલા યુવતીના મોટા પિતાએ યુવકને ઠપકો પણ આપ્યો હતો, જેણે યુવક યુવતીના ઘરે પહોંચી ગયો હતો અને હંગામો મચાવ્યો હતો. ત્યારબાદ તેણે જાહેરમાં યુવતીની હત્યા કરી નાખી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *