ગાંધીના ગુજરાતમાં સુરતના મહિધરપુરા વિસ્તાર માંથી વિદેશી દારૂ ઝડપાયો

ગાંધીના ગુજરાતમાં વર્ષોથી દારૂબંધી છે. તેમ છતાં અવારનવાર ગુજરાતમાંથી અલગ અલગ જગ્યાઓ માંથી વિદેશી દારુ તેમજ દેશી દારૂની મહેફિલ માણતા વીડિયો વાયરલ થતા રહે છે. તેમજ ઘણી જગ્યાએથી મોટી માત્રામાં દારૂ પકડાયો પણ છે. હવે તો શહેરોના બદલે ગામડાઓમાંથી પણ દારૂ પકડવાની ઘટનાઓ બનતી રહે છે.

આ દરમિયાન સુરત શહેરના પીસીબીએ બાતમીના આધારે મહિધરપુરા વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. દારૂબંધી હોવા છતાં ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે ઠેર-ઠેર જગ્યાએ દારૂ પકડાઈ રહ્યા છે.

સુરત શહેરના મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલો મળી કુલ 361 બોટલો હતી. જેની કિંમત 3,39,150 રૂપિયા થાય છે. આ સાથે પોલીસે ગાડી ની કિંમત 1,89,150 એમ કુલ મળી 5,28,300નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે આ મામલે એક આરોપીની અટકાયત કરી છે અને બીજા એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પોલીસે પ્રોહીબીશન એક્ટ અંતર્ગત આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *