ભગવાન શ્રી ગણેશજીના જન્મ સાથે જોડાયેલી કથા મુજબ એકવાર દેવી પાર્વતીએ એક બાળકનુ નિર્માણ કર્યુ. દેવી પાર્વતીએ વિચાર્યુ કે આ બાળકને જીવીત કરી દઉ તો.. દેવી પાર્વતીએ બાળકની મૂર્તિમાં પ્રાણ નાખી દીધા અને તેમને પોતાનો પુત્ર માની લીધો. દેવી પાર્વતીએ પોતાના આ પુત્રને પરમશક્તિશાળી અને બુદ્ધિમાન હોવાના આશીર્વાદ આપ્યા. જ્યારે આ ઘટના થઈ એ સમયે ભગવાન શિવ કૈલાશથી બહાર ગયા હતા. તેથી તેમને આ પુત્રના જન્મ વિશે માહિતી નહોતી. જ્યારે ભગવાન શિવ કૈલાશ પરત આવ્યા ત્યારે પોતાની ગુફાના દ્વાર પર એક બાળક ગણેશને ઉભેલો જોયો.ગણેશજીને ભગવાન શિવને ગુફામાં પ્રવેશ કરવાથી રોક્યા. તેથી ભગવાન શિવ ક્રોધિત થઈ ગયા. પછી તો દેવતાઓ અને ગણેશજી વચ્ચે ભયાનક યુદ્ધ થયુ. અંતમાં ભગવાન શિવે પોતાના ત્રિશૂળથી ગણેશજીનુ માથુ કાપી નાખ્યુ.
ગણેશજીની કુંડળી
શાસ્ત્રો મુજબ ભગવાન શ્રી ગણેશનો જન્મ ભાદ્રપદ શુક્લપક્ષની ચતુર્થી તિથિના રોજ થયો છે. આ કારણે ભાદ્રપદા શુક્લપક્ષની ચતુર્થીનું શાસ્ત્રોમાં મોટુ મહત્વ છે.શાસ્ત્રોમાં આ તિથિને ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે. તેથી આ દિવસે આખા દેશમાં ગણપતિની પૂજા અર્ચના કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રમાં ચતુર્થીને રિક્તા તિથિ કહેવામાં આવે છે. જેમા કોઈપણ શુભ કાર્ય થતુ નથી. પણ ગણપતિનો જન્મદિન હોવાને કારણે ચતુર્થીને રિક્તા તિથિનો દોષ નથી
લાગતો. તેથી આ દિવસે બધા શુભ કાર્ય થઈ શકે છે.
તેમની કુંડળીમાં વૃશ્ચિક રાશિ છે અને જ્યા મંગળ વિરાજમાન છે.શનિની પુર્નદ્રષ્ટિ લગ્ન સ્થાન પર છે એ જ
કારણ છે કે ગણપતિનુ માથુ કપાયુ. શનિ મહારાજને સૂર્ય દેવ જોઈ રહ્યા છે.એ જ કારણ છે કે ભગવાન શિવ જે ગણપતિના પિતા છે તેમના જ હાથે ગણેશજીને સિરચ્છેદનનું કષ્ટ સહેવુ પડ્યુ. જ્યાર બાદ દેવી પાર્વતીના ક્રોધને કારણે ગણેશજીના ઘડ સાથે હાથીનુ માથુ જોડવામાં આવ્યુ અને ગણેશજીને ભગવાન શિવે પણ પોતાના પુત્ર સ્વીકાર કરી લીધો. જન્મના થોડા સમય પછી ગણેશજીને પિતા સાથે સંઘર્ષ કરવો પડ્યો અને પછી પિતાના સૌથી દુલારા અને ગણેશ જગતમાં પૂજનીય થઈ ગયા. આ બધુ ગણેશજીના જન્મ સમયને કારણે થયુ જેને ગણેશજીની જન્મ પત્રિકા દ્વારા જાણી શકાય છે.
આ યોગોને કારણે ગણપતિ બન્યા પ્રથમ પૂજ્ય
ગણેશજીની કુંડળીમાં લગ્ન અને લગ્નેશ પર ગુરૂની પુર્ણ દ્રષ્ટિ છે જે દ્રવિતીય અને પંચમ ભાવના સ્વામી છે. બીજી બાજુ બુધ પણ સ્વરાશિનો છે. આ જ કારણ છે કે ગણેશજી બુદ્ધિ અને જ્ઞાનના દાતા બન્યા અને પ્રથમ પૂજ્ય બન્યા. તેમની કુંડળીમાં પંચમહાપુરૂષ યોગમાંથી શશ અને રૂચક નામનો યોગ બન્યો છે. દસમેશ પોતાના ઘરમાં છે તેથી ગણેશજી ભગવાન શિવના ગણોના અધ્યક્ષ બન્યા અને ગણાધ્યક્ષ કહેવાયા. ગણેશજીનુ એક નામ વિધ્નહર્તા પણ છે કારણ કે ગણેશ જી બધા પ્રકારના વિધ્ન અવરોધોને દૂર કરવાની ક્ષમતા રાખે છે. આ યોગ્યતા તેમના લગ્નમાં સ્થિત મંગલ પર શનિ અને ગુરૂની દ્રષ્ટિને કારણે પ્રાપ્ત થઈ છે. ગણેશજીની પૂજા અર્ચના કરવાથી સુખ સમૃદ્ધિ તો પ્રાપ્ત થાય જ છે. પરંતુ તેમની પાસેથી અનેક વસ્તુઓ શિખવા પણ મળે છે. બુદ્ધિના દેવતા ગણેશ ભગવાન મંગલમૂર્તિ કહેવાય છે. તેમના દરેક અંગમાં જીવનને જીવવાનો સંદેશ અને યોગ્ય દિશા દર્શાવાઈ છે.
ગણેશજી સમૃદ્ધિના દેવતા છે અને તેમને વિધ્નહર્તા તરીકે પૂજવામાં આવે છે. કોઈપણ શુભ કામની શરૂઆત તેમની પૂજાથી જ થાય છે. તો ચાલો આજે જાણો કે ગણેશજીના અંગોમાં કયા સંદેશ સમાયેલા છે.
મોટું મસ્તક:
માનવામાં આવે છે કે જેમનું મસ્તક હોય છે તે વ્યક્તિમાં નેતૃત્વની ક્ષમતા હોય છે. શ્રીગણેશનું મોટું મસ્તક પણ આ જ જ્ઞાન આપે છે. આ ઉપરાંત દરેક વ્યક્તિએ પોતાના વિચારને મોટા રાખવા જોઈએ.
નાની આંખ:
જેમની આંખ નાની હોય છે તે લોકો ચિંતનશીલ અને ગંભીર પ્રકૃતિના હોય છે. ભગવાન ગણેશની નાની આંખ દરેક વસ્તુને પારખી અને યોગ્ય નિર્ણય લેવાનો સંદેશ આપે છે. માનવામાં આવે છે કે આમ કરનાર વ્યક્તિ જીવનમાં ક્યારેય છેતરાતો નથી.
લાંબા કાન:
લાંબા કાનવાળી વ્યક્તિ ભાગ્યશાળી અને દીર્ઘાયુ હોય છે. ભગવાન ગણેશના લાંબા કાનનું રહસ્ય એ પણ છે કે જેમના કાન લાંબા હોય છે તેઓ બધાનું સાંભળે છે અને પોતાની બુદ્ધિ અનુસાર નિર્ણય કરે છે.
સુંઢ:
ભગવાનની સુંઢ જીવનમાં સદા સક્રિય રહેવાનો સંકેત કરે છે. કહેવાય છે કે આવા લોકોને જીવનમાં ક્યારેય ગરીબીનો સામનો કરવો પડતો નથી.
મોટું પેટ:
ગણેશજીનું ઉદર મોટું છે. મોટું પેટ ખુશહાલીનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન ગણેશનું મોટું પેટ આપણને શીખવાડે છે તે ભોજન સાથે પેટમાં વાતો પણ પચાવતા શીખવું.
એકદંત:
ભગવાન ગણેશનો એક દાંત તુટેલો છે. તેમનું આ સ્વરૂપ શીખવાડે છે કે વસ્તુઓનો સદઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.