પાંચ નરાધમોએ મૂંગી-બહેરી કિશોરી પર આચર્યું દુષ્કર્મ- શું સરકાર આ માસુમ યુવતીને ન્યાય આપવશે?

રાજસ્થાનના દૌસાથી માનવતા માટે શરમજનક ઘટના સામે આવી છે. જ્યાં 5 લોકોએ બહેરી મૂંગી કિશોરી સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટના બાદ પોલીસ…

રાજસ્થાનના દૌસાથી માનવતા માટે શરમજનક ઘટના સામે આવી છે. જ્યાં 5 લોકોએ બહેરી મૂંગી કિશોરી સાથે ગેંગરેપની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટના બાદ પોલીસ તંત્રમાં હંગામો મચી ગયો છે. આરોપીઓની શોધમાં પોલીસની અનેક ટીમો ઠેર-ઠેર રખડતી થઈ છે. પરંતુ હજી સુધી એક પણ આરોપી પોલીસના હાથમાં આવ્યો નથી.

પીડિતાના પરિવારે આ મામલે ફરિયાદ નોંધાવી છે. બધિર અને મૂંગી હોવાને કારણે કિશોરી આ ઘટના તેના પરિવારના સભ્યોને જણાવી ન શકી. ત્રણ ચાર દિવસ બાદ પોલીસને ક્યાંકથી માહિતી મળી. હાલમાં પોલીસે તેમના સંબંધીઓ અને ગ્રામજનોના નિવેદનના આધારે કેટલાક લોકોની અટકાયત પણ કરી છે અને તેમની પૂછપરછ ચાલુ છે.

કિશોરી સાથે ગેંગરેપ
દૌસા એસપી મનીષ અગ્રવાલે કહ્યું કે આ કિસ્સામાં પીડિતા ન તો બોલી શકતી હતી અને ન લખી શકતી હતી, આવી સ્થિતિમાં પીડિતાના નિવેદનો દુભાષિયા દ્વારા નોંધવામાં આવ્યા છે તેમજ પીડિતાનું મેડિકલ પણ લાલસોટ હોસ્પિટલમાં કરાયું છે.

પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી
આ સામૂહિક બળાત્કારની બાતમી પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સતિષ પૂનીયાની સૂચનાથી ભાજપ નેતા અને પૂર્વ સંસદીય સચિવ જિતેન્દ્ર ગોથવાલ પીડિતના ઘરે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટના અંગે પૂછપરછ કરી હતી. ભાજપના નેતા જીતેન્દ્ર ગોથવાલે પોલીસ પાસેથી આરોપીની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.:https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *