સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે.દેશમાં સૌથી વધુ મ્યુકોરમાઈકોસીસના દર્દીઓ ગુજરાત રાજ્યમાં નોંધાયા છે.
કેન્દ્ર સરકાર દ્વારા મ્યુકરમાઈકોસીસના કેસો વિશેની મંગાવવામાં આવેલી માહિતી પાછળનો મુખ્ય હેતુ મ્યુકરમાઈકોસીસની સારવાર કેમ કરવી તે માહિતી એકત્ર કરવાનો છે. જેને લીધે રાજકોટ સિવિલમાં પણ ડોક્ટરોએ માહિતી એકત્ર કરવાનું શરુ કરી દીધું છે. સાથે કેન્દ્ર સરકારે ખાનગી હોસ્પિટલોને જણાવી દીધું છે કે જો મ્યુકરમાઈકોસીસના કેસ વિશે સરકારને જાણ નહી કરે તો એટલા ઇન્જેક્શન ઓછા મળશે. જ્યારે બીજી બાજુ રાજકોટ શહેરમાં મ્યુકરમાઈકોસીસ બાદ હવે ગેંગરિનના કેસોમાં વધારો જોવા મળ્યો છે. જેને લીધે 5 થી 7 વ્યક્તિઓના પગ પણ કાપવા પડ્યા છે.
જ્યારે કલેકટર કચેરી ખાતે ખાનગી હોસ્પિટલો અને ડોક્ટરોની મીટીંગ રાખીને તેમને સમયસર ફોર્મમાં વિગતો કઈ રીતે ભરીને મોકલવી તેની પણ સમજ આપવામાં આવેલ હતી. દર્દી ક્યાં સમયે દાખલ થયા, કો-મંર્બિડિટી શું હતી, ઈમ્યુનિટી કોમ્પ્રોમાઈઝ કેસ હતાં કે નહી ?, કોવિડ ટ્રીટમેન્ટ લીધી હતી કે નહી? વગેરે વિગતો મોકલવાની રહેશે. જો કોઈ હોસ્પિટલ મ્યુકરમાઈકોસીસનાકેસ છુપાવશે તો તેમને ઓછા ઇન્જેક્શન આપવામાં આવશે.
સિવિલ હોસ્પિટલમાં 500 કરતા પણ વધુ કેસોની માહિતી નોંધાય ચુકી છે. જેને લીધે ટીમે વિસ્તાર મુજબ કેસોની માહિતી મેળવવાની તૈયારી કરી છે. જેના પરથી અંદાજ લગાડી શકાય કે ભવિષ્યમાં કોઈ નવી લહેર આવે તો શું પગલા લઇ શકે.
રાજકોટ શહેરના સિવિલ હોસ્પીટલના સુપ્રિન્ટેન્ડન્ટના જણાવ્યા અનુસાર હાલમાં 514 જેટલા સારવાર લઇ રહેલા દર્દીઓમાંથી 55% ના ઓપરેશન થઇ ચુક્યા છે. સાથે જ 12 કે 13 દિવસમાં રોજ એક સાથે અન્ય બીજા ઘણા દર્દીઓને રજા આપવામાં આવી રહી છે. આજ સુધીમાં 22 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી છે જ્યારે બીજા 94 દર્દીઓને સમરસ હોસ્પીટલમાં શિફ્ટ કરવામાં આવેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.