ખેડૂત આંદોલનમાં સામેલ યુવતી સાથે 4 ખેડૂત નેતાઓએ ગેંગરેપ કર્યો હોય તેવી ઘટના સામે આવી રહી છે. હરિયાણા પોલીસ દ્વારા ટિકરી બોર્ડર પર થઈ રહેલા ખેડૂત આંદોલનમાં ભાગ લેવા આવેલ એક પશ્વિમ બંગાળની યુવતી પર ગેંગરેપની ઘટના મુદ્દે 4 ખેડૂત નેતાઓ પર ગુનો નોધ્યો છે.
પશ્વિમ બંગાળથી આવેલ યુવતીનું 30 એપ્રિલના રોજ કોરોનાને લીધે મોત થયું હતું. મૃત્યુના 4 દિવસ પહેલા જ તેને એક શિવમ હોસ્પિટલમાં સારવાર હેઠળ મોકલવામાં આવી હતી. યુવતીના પિતાનો ગંભીર આરોપ છે કે તેમની દીકરી સાથે 4 લોકો દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો છે.
યુવતીના પિતાની ફરિયાદ બાદ સોશિયલ આર્મી ચલાવનાર અનિલ માલિક અને અનૂપ સહીત કુલ 4 લોકો પર પોલીસ દ્વારા FIR નોંધવામાં આવી છે. પોલીસે આઈપીસીની કલમ 354, 342, 365, 376 અને 120 બી અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે. જયારે પોલીસ દ્વારા આરોપીઓ પર બળાત્કારની સાથે સાથે બ્લેકમેલિંગ, બંધક બનાવવા, ધમકી આપવી અને અપહરણ જેવી કલમો લગાવીને કેસ દાખલ કર્યો છે. પોલીસ દ્વારા હાલમાં 4 ખેડૂત નેતાઓ અને 2 આંદોલન સાથે જોડાયેલી મહિલા કર્મચારીને આરોપી તરીકે સામેલ કર્યા છે. આ સમગ્ર ઘટનાને લઈને ખેડૂત નેતાઓ સતત ઇનકાર કરી રહ્યા છે.
યુવતી 11 એપ્રિલમના રોજ આરોપીઓની સાથે પશ્વિમ બંગાળથી દિલ્લી આવી હતી. આરોપીઓમાં અનૂપ સિંહ, અનિલ માલિક, જગદીશ બરાડ, અંકુશ સાંગવાન, યોગિતા સુહાગ અને કવિતા આર્ય પર FIR દાખલ કરવામાં આવી છે. છેલ્લા ઘણા દિવસોથી સંગઠનોના નેતાઓ દ્વારા આ મામલાને ઉઠાવાવમાં આવી રહ્યો હતો. જેને લીધે શનિવારે ટીકરી બોર્ડર પર સંયુક્ત મોર્ચાની મીટીંગ બોલાવવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાની તપાસ માટે ડીએસીપીની આગેવાનીમાં 2 ઈન્સપેક્ટર અને સાઈબર સેલે ભેગા મળીને એક એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે. જલ્દી જ આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.
નોંધનીય છે કે યુવતીનું કોરોનાને લીધે મોત થયા પછી ખેડૂતોએ તેમની શવ યાત્રા કાઢી હતી. જયારે કોરોનાની માર્ગદર્શિકા હેઠળ જ તેમના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. ખેડૂતો દ્વારા કાઢવામાં આવેલ શવ યાત્રાને કારણે ખેડૂતોને પણ કોરોના સંક્રમણનો ભય હતો. કોરોનાના કપરા કાળમાં ખેડૂત આંદોલન દરમિયાન પહેલું મોત થયું હતું. ત્યારે હવે એક પ્રશ્ન ઉઠી રહ્યો છે કે એક બાજુ દુષ્કર્મનો કેસ નોંધાઈ રહ્યો છે જયારે બીજી બાજુ યુવતીના મૃતદેહના અંતિમસંસ્કાર પણ કરી દેવામાં આવ્યા છે. ત્યારે પોલીસ પર પડકાર આવ્યો છે કે કરવામાં આવેલ બળાત્કારના આરોપને કેવી રીતે સાબિત કરશે. મહત્વની વાત તો એ છે કે કોરોના સંક્રમિત દર્દીઓના મૃત્યુ બાદ તેમની મેડીકલ તપાસ કરવામાં નથી આવતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.