જેણે દેશના 8 પોલિસને મોતને ઘાટ ઉતારી દીધા એવા ગેંગસ્ટર વિકાસ દૂબે પર બનાવશે ફિલ્મ અને કરશે કરોડોની કમાણી

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. હમણાં થોડાં જ મહિના પહેલાં કાનપુરની પોલીસ દ્વારા વિકાસ દુબે તેમજ તેનાં સાથીદારોનું પણ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. હવે આ બાબતને લઈને એક મોટો ખુલાસો કરવામાં આવી રહ્યો છે.

ઓમર્ટા તેમજ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા મોટી-મોટી ફિલ્મનાં નિર્માતા હંસલ મેહતા ગેંગસ્ટર વિકાસ દુબેનાં જીવન પર એક વેબ સિરીઝ પણ બનાવશે. એમણે 10મી જુલાઈએ પોલીસ એન્કાઉન્ટરમાં મારવામાં આવેલા વિકાસ દુબે પર એક વેબ સિરીઝ બનાવશે એવું ટ્વીટ કરીને એમણે આ વાતની માહિતી આપી છે.

મૂળ ટ્વિટ પ્રમાણે વેબ સિરીઝ એક ધારદાર પોલિટિકલ થ્રિલર પર હશે. જે રાજનીતિ, ગુના તથા કાયદાનો ઘડનારાઓ પર હશે. વેબ સિરીઝનું નિર્માણ શૈલેશ આર સિંહનાં ‘કર્મા મીડિયા એન્ડ એન્ટરટેઈનમેન્ટ’ દ્વારા પોલારોઈડ મીડિયાનાં સહયોગથી જ કરવામાં આવશે.

વિકાસ દુબે એ 3 જૂલાઈનાં રોજ કાનપુરની પાસે બિકરૂ ગામમાં કુલ 8 પોલિસકર્મીઓની હત્યાનો મુખ્ય આરોપી હતો. પોલીસ ટીમ હત્યાનાં પ્રયત્ન મામલામાં એની ધરપકડ પણ કરવામાં આવી હતી. વિકાસ દૂબેનાં ભાગી ગયાં બાદ ઉત્તરપ્રદેશની પોલીસે એમને પકડવાં માટે કાર્યવાહી શરૂ કરી હતી તથા કુલ 40થી પણ વધારે ટીમોનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું.

આ ઘટના બાદ ફરાર વિકાસ દુબેની ઉપર કુલ 5 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. એની મધ્યપ્રદેશમાં આવેલ ઉજ્જૈનમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પ્રસિદ્ધ મહાકાલ મંદિરમાં દર્શન કર્યા બાદ એની ધરપકડ કરવામાં આવી હતી.

આ વર્ષે 10 જૂલાઈનાં રોજ ઉત્તરપ્રદેશ પોલીસની વિશેષ ટાસ્ક ફોર્સે વિકાસ દૂબેને એક એન્કાઉન્ટરમાં મારી નાંખવામાં આવ્યો હતો. શાહિદ, અલીગઢ તથા ઓમેર્ટા જેવાં બાયોગ્રાફિકલ ડ્રામાને ડાયરેક્ટ કરનાર હંસલ મેહતાએ એક નિવેદનમાં જણાવતાં કહ્યું છે, કે આ વેબ સિરીઝને જવાબદારીની સાથે બનાવવામાં આવશે.

આ આપણી સિસ્ટમનું જ પ્રતિબિંબ છે. જ્યાં રાજનીતિ, ગુના તથા કાયદો ઘડવાવાળા એક ક્યૂરિયસ જ નેક્સસ બનાવે છે. હું આ વેબ સિરીઝને જવાબદારીની સાથે તેમજ શાનદાર રીતે બનાવીશ. મને આમાં એક ધારદાર રાજનૈતિક થ્રિલર ઉભરતું પણ દેખાઈ રહ્યું છે.

આ કહાનીને વેબ સિરીઝ દ્વારા જણાવવું એ ઘણું આકર્ષક પણ હશે. આ વેબ સિરીઝને આવતાં વર્ષે જ રિલીઝ પણ કરવામાં આવશે. તો, પોલીસ જણાવ્યા પ્રમાણે એને ઉજ્જેનથી કાનપુર લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે જ તે ગાડી વરસાદને લીધે સ્લિપ પણ થઈ ગઈ હતી. ત્યારપછી એક ઈજાગ્રસ્ત પોલીસ અધિકારીની પાસેથી બંદૂક છીનવીને ભાગવાનો પ્રયત્ન પણ કરી રહ્યો હતો. ત્યારપછી પોલીસ કર્મીઓએ જ તેની પર ફાયરિંગ શરુ કર્યુ હતું. જેમાં એનું મોત નીપજ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *