અમદાવાદમાં વધુ એક બ્રિજ ભ્રષ્ટાચારનો દાખલો બન્યો: ત્રણ મહિનામાં 96 કરોડનો ઓવરબ્રિજ સ્વાહા

Gaps on Sanathal Overbridge in Ahmedabad: અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ પર બનાવવામાં આવેલો વધુ એક બ્રિજ હવે વિવાદમાં આવ્યો છે. આ બ્રિજ નું ત્રણ મહિના પહેલાં જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું હતું. અને ચોમાસાની(Gaps on Sanathal Overbridge in Ahmedabad) શરૂવાતમાં જ બ્રિજ પર ગાબડાં ઉપરાંત રોડ તૂટી ગયો છે અને કાકરીઓ પણ ખરી પડી છે.

ઉદઘાટન કર્યાના માત્ર ત્રણ મહિનામાં જ બ્રિજમાં ગાબડાં પડતાં બ્રિજ બનાવનાર કંપની અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કંપની સામે ઘણા સવાલો ઊભા થયા છે. ઔડા દ્વારા કોન્ટ્રેકટર કંપની રચના કન્સ્ટ્રક્શન અને પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ કંપનીને નોટિસ આપી ખુલાસો માગવામાં આવ્યો છે. આ મામલે SVNIT સુરતને આ સમગ્ર બાબતે તપાસ સોંપવામાં આવી છે.

કંપનીને નોટિસ ફટકારી ખુલાસો મગાયો
અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (AUDA) દ્વારા સત્તાવાર રીતે જણાવવામાં આવ્યું છે કે સનાથલ ફલાય ઓવરબ્રિજ ઉપર જ્યારે વરસાદ પડ્યો ત્યારે એનો યોગ્ય રીતે નિકાલ થયો નહોતો, જેના કારણે પાણી ભરાઈ રહ્યું હતું અને એના પરથી ભારે વાહનો પસાર થયાં હતાં, જેથી બ્રિજ ઉપર ઘણા ગાબડાં પડ્યાં છે. આ મામલે તાત્કાલિક કોન્ટ્રેક્ટર કંપનીને જાણ કરવામાં આવી હતી અને પુરાણ કરવામાં આવ્યું હતું.

બ્રિજના ઉદઘાટનના ત્રણ મહિના જ થયા
કોન્ટ્રેક્ટર કંપની તેમજ EMP કંપનીને નોટિસ ફટકારી ખુલાસો માગવામાં આવ્યો છે. વરસાદી પાણીનો નિકાલ માટે બનાવવામાં આવેલા વિપ હોલ્સમાં સફાઈ યોગ્ય રીતે ન થઈ હોવાથી અથવા તો ઓછા વિપ હોલ્સના કારણે પાણી ભરાઈ રહ્યું હતું, જેથી આ મામલે પણ જાણ કરવામાં આવી છે.

તપાસના રિપોર્ટ ઝડપી સોંપવા આદેશ
1.3 કિલોમીટર લાંબા ઓવરબ્રિજમાં માત્ર ત્રણ મહિનામાં જ મોટાં ગાબડાં પડ્યાં અને કાંકરી ઊખડતાં બ્રિજ બનાવનાર કોન્ટ્રેક્ટર કંપની રચના કન્સ્ટ્રક્શન અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સામે ઘણા સવાલો ઊભા થયા છે. ગાબડાં પડ્યાં અંગેની જાણ થતાં તાત્કાલિક ધોરણે ઔડા દ્વારા કોન્ટ્રેક્ટર કંપનીને આ બાબતે જાણ કરવામાં આવી હતી. કોન્ટ્રેક્ટરના પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.  આ મામલો હાલ SVNIT સુરતના હાઇવે અને ટ્રાન્સપોર્ટેશન વિભાગને તપાસ સોંપવામાં આવી છે અને એનો રિપોર્ટ ઝડપી સોંપવા જણાવ્યું છે.

બ્રિજનો કોન્ટ્રેકટર રચના કન્સ્ટ્રકશન કંપનીને અપાયો હતો
ઔડા દ્વારા વર્ષ 2017-18માં બ્રિજના ટેન્ડરની પ્રક્રિયા કરાઈ હતી, જેમાં બ્રિજનો કોન્ટ્રેકટર રચના કન્સ્ટ્રકશન કંપનીને અપાયો હતો. તો પ્રોજેકટ કન્સલ્ટન્ટ એજન્સી તરીકે કસાડ કન્સલ્ટન્ટ કંપનીને જવાબદારી સોપાઈ હતી. કોરોનાના કારણે બે વર્ષ બ્રિજની કામગીરી બંધ રહી હતી. એ બાદ પણ બ્રિજ બનાવવામાં બીજાં બે વર્ષ કોન્ટ્રેક્ટર કંપની દ્વારા કરવામાં આવ્યા હતા. એ બાદ માર્ચ મહિનામાં બ્રિજ તૈયાર થઈ જતાં એનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *