દુનિયામાં ભાગ્યે જ કોઈ એવી વસ્તુ હશે તેની સકારાત્મક અથવા નકારાત્મક અસર આપણા જીવનમાં ન પડતી હોય. કંઈક આ રીતે જ આપણે આપણા ઘરમાં સફાઇ દરમિયાન ઉપયોગમાં લેવાતી વસ્તુઓ પણ પ્રભાવક સાબિત થાય છે. જ્યારે તેનો ખોટી રીતે ઉપયોગ અને અનાદર કરવા માટે પણ કેટલાક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
ઘરમાં સાફ-સફાઈ માં કામ આવતી સાવરણી સામાન્ય વસ્તુ લાગતી હોય છે પણ આપણે જાણીને આશ્ચર્ય થશે કે તેનો સંબંધ આપણા ઘરની લક્ષ્મી એટલે કે ધનદોલત સાથે પણ છે.સાવરણીને ધનની દેવી માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે.જ્યાં સાફ સફાઈ હોય છે ત્યાં માતા લક્ષ્મી સ્વયં નિવાસ કરે છે.
વાસ્તુ અનુસાર સાવરણીને ક્યારેય ખુલ્લી જગ્યાએ ન રાખવી જોઈએ. સાવરણી હંમેશા એવી જગ્યાએ છુપાવી રાખવી જોઇએ જ્યાં બહારથી આવનાર કોઈ વ્યક્તિ તેને જોઈ ન શકે.
વાસ્તુ અનુસાર સાવરણી રાખવા માટે દક્ષિણ પશ્ચિમ અથવા પશ્ચિમ દિશા આપવામાં આવી છે. ધ્યાનમાં રાખો કે ઉત્તર પૂર્વ દિશામાં સાવરણી ભૂલ થી પણ ના નાખશો કારણ કે આ દિશા ભગવાન માટે નક્કી કરવામાં આવી છે. વાસ્તુ અનુસાર રસોડામાં સાવરણી ન રાખવી જોઈએ. સાવરણી હંમેશા જમીન પર પડેલી રાખવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.