વિડીયો: ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો… ઓસ્ટ્રેલિયાની ધરતી પર ગરબાની રમઝટ મન મુકીને ઝૂમ્યા ગુજરાતીઓ

કહેવાય છે ને કે, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત(Gujarat). પાછા જ્યાં ગુજરાતીઓ હોય અને ત્યાં ગરબા ના રમાય એવું તો વિચારવાનું પણ નહી. જો વાત કરવામાં આવે તો તાજેતરમાં ઓસ્ટ્રેલિયા(Australia)માં રહેતા ગુજરાતી પરિવારો દ્વારા ગરબા મહોત્સવનું ધામધૂમ પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતીઓ મન ભરીને ગરબે ઘૂમતા નજરે ચડ્યા હતા. ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી સંસ્કૃતિને જીવંત રાખવાનો ગુજરાતી સમાજનો પ્રયાસ ખરેખર વખાણવા લાયક છે. આ ગરબા મહોત્સવના આયોજનમાં પ્રખ્યાત કલાકારોએ ગરબાની રમઝટ બોલાવી હતી.

જણાવી દઈએ કે, ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી પરિવારો દ્વારા ગરબા મહોત્સવનું ધામધૂમ પૂર્વક આયોજન કરવામાં આવ્યું છે. મળતી વિગતો અનુસાર, બ્રિસબેનમાં વસતા ગુજરાતી પરિવારો દ્વારા આ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રખ્યાત સિંગર સાગર પટેલે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ગરબાની રમઝટ બોલાવી હતી.

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી સંસ્કૃતિ જીવંત રાખવાનો ગુજરાતી સમાજનો પ્રયાસ આ પ્રયાસ ખરેખર સરાહનીય છે. જાણવા મળતી વિગતો મુજબ આશિષ પટેલ અને જય ગજાનન ગ્રુપ દ્વારા દર વર્ષે ઓસ્ટ્રેલિયામાં ગરબાનું ધામધૂમ પૂર્વક આયોજન કરવામાં આવે છે.

આપણે તો હજુ નવરાત્રીની વાર છે જો કે ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ તાજેતરમાં જ ગરબાના તાલે ઘુમ્યા હતા અને જાણે નવરાત્રી જ ના હોય તેવો માહોલ ઉભો કરી દીધો હતો. ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનમાં વસતા ગુજરાતી પરિવારો દ્વારા નવરાત્રિ પહેલા જ પ્રિ-ગરબા ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ગુજરાતના જાણીતા સિંગર સાગર પટેલના તાલે ગુજરાતીઓ મન મુકીને ગરબાના તાલે ઝૂમ્યા હતા. જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં ગુજરાતીઓ ગરબે રમ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા જ નહિ પરંતુ અમેરિકા, યુકે, ઓમાન, આફ્રિકા જેવા દેશોમાં વસતા ગુજરાતીઓ પણ સમયાંતરે ગરબા કાર્યક્રમોનું આયોજન કરતા રહેતા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *