ગુજરાત (Gujarat) રાજ્યમાં દિવસેને દિવસે આગની ઘટનાઓ એ વેગ પકડ્યો છે. રાજકોટ (Rajkot) માં વધુ એક આગની ઘટના સામે આવતા સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. મળતી માહિતી અનુસાર ગેસ સિલેન્ડર માંથી ગેસ લીક થતાં ગણતરીની મિનિટોમાં આગ પકડી હતી, અને જોતજોતામાં એક મહિલા પુરેપુરી દાઝી ગઇ હતી.
જામનગર રોડ પર આવાસ યોજનાના એક ક્વાટર માં ગેસ લીકેજ થતા ભયંકર આગ લાગી હતી. આગ લાગતા જ સ્થાનિક લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ ઘટનામાં પતિ પત્ની ગંભીર રીતે દાઝ્યા હતા અને બંનેને સારવાર અર્થે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર મધુબેન દિનેશભાઇ પરમાર આગથી ૯૦ ટકા દાઝી ગયા હતા. મધુ બેનની ઉંમર ૫૦ વર્ષ છે. સાથોસાથ દિનેશભાઈ સામાન્ય ઇજાગ્રસ્ત થયા હતા.
દિનેશભાઈ જણાવતા કહ્યું હતું કે, હું સુતો હતો અને અચાનક મોટો ધડાકો થયો. મેં જાગીને જોયું તો મારી પત્ની સળગતી હતી. સળગતી હાલતમાં એક રૂમમાંથી બીજી રૂમમાં આવ-જા કરતી હતી. આ દ્રશ્ય જોઈને તો, આંખ ના મોતીયા મરી ગયા હતા.
આજની ઘટના સર્જાતા, સ્થાનિકોમાં અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર વહેલી સવારે જ્યારે મધુબેન ઉઠ્યા, ત્યારે ગેસનો બાટલો લીક થયો હતો અને આખા ઘરમાં ગેસ પ્રસરી ગયો હતો. મધુબેનને આ વાતની જાણ નહોતી, મધુબહેને જેવી લાઈટની સ્વીચ શરૂ કરી, તેવી તરત જ આગ પકડી લીધી હતી. જોતજોતામાં આગ આખા ઘરમાં પ્રસરી ગઇ હતી. અને સૌથી પહેલા મધુબેન આગની ચપેટમાં આવી ગયા હતા અને મોટાભાગનું શરીર દાઝી ગયું હતું.
મધુબેનની ચિચિયારીથી રૂમમાં સૂતેલા દિનેશભાઈ પણ જાગી ગયા હતા, પરિસ્થિતિ જોઈ દિનેશભાઇએ પત્નીના શરીર પર લાગેલી આગ ઠરી હતી. આ દરમિયાન દિનેશભાઈ પણ દાઝી ગયા હતા. ત્યારબાદ સ્થાનિકો પહોંચ્યા, અને બન્નેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘરમાં એક દીકરો પણ હતો, પરંતુ તે બાથરૂમમાં ગયો હોવાથી, તેને કોઈપણ પ્રકારની ઈજા થઈ નથી. પ્રચંડ ધડાકાથી ઘરના બારી-બારણા પણ તૂટી ગયા હતા. આખું ઘર બળીને ખાખ થઇ ગયું છે. દિનેશભાઈ જણાવતા કહે છે કે, અમે બે મહિના પહેલા જ આ ઘરમાં રહેવા આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.