અમદાવાદ(ગુજરાત): અમદાવાદ શહેરના બારેજા ગામમાં આઘાત જનક સમાચાર સામે આવ્યા છે. ગેસ સિલિન્ડર લીકેજ થતાં બ્લાસ્ટમાં 10 લોકોને ઈજા પહોંચી હતી. તેમાંથી 7 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે. શ્રમિક પરિવારના 10 સભ્યો મજૂરી માટે આવેલા હોવાથી એક રૂમમાં રહેતા હતા.
મંગળવારની રાત બારેજા ગામમાં એક પરિવાર માટે આફત બનીને આવી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં મજૂરી માટે આવેલ એક જ પરિવારના 10 લોકો એક રૂમમાં સુઈ રહ્યા હતા. તે દરમિયાન પરિવારના કોઈ 1 સભ્ય એ જાગીને કામ માટે લાઇટની સ્વિચ દબાવતા અચાનક બ્લાસ્ટ થયો હતો.
આ બનાવમાં તમામ લોકોનાની મોટી ઈજા પહોંચી હતી. જેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે આ ઘટનામાં ગઈ કાલે 2 સભ્યો અને આજે 5 સભ્યો સહીત કુલ 7 લોકોના મોત થયા છે. જ્યારે હજુ 3 લોકો સારવાર હેઠળ છે.
આ ઘટનામાં રામપ્યારી બાઈ અહિરવાર, રાજુભાઈ અહિરવાર, સોનુ અહિરવાર, વૈશાલી બેન અહિરવાર, નિતેશ ભાઈ અહિરવાર, પાયલ બેન અહિરવાર, આકાશ ભાઈ અહિરવાર આમ કુલ 7 લોકોના મૃત્યુ થયા છે.
જ્યારે અન્ય 3 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત છે. જેમની સિવિલ હોસ્પિટલમાં સારવાર શરુ છે. જાણવા મળતું છે કે, આ તમામ લોકો મધ્ય પ્રદેશના રહેવાસી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.