પેટ્રોલ-ડીઝલ (Petrol-diesel) માં ધરખમ ભાવવધારો (price rise) થતા આજે વાહન ચાલકો (Drivers) વાહન ચલાવતા પહેલા સો-સો વાર વિચાર કરી રહ્યા છે ત્યારે હાલમાં ફરી એકવાર આવા જ એક સમાચાર (News) સામે આવ્યા છે. છેલ્લા 10 દિવસમાં આજે બીજી વખત એવું બન્યું છે કે, જ્યારે PNG ગેસનાં ભાવમાં વધારો નોંધાયો છે.
રસોઈ PNG કિંમતના ભાવમાં 2 રુપિયા પ્રતિ SCM વધતો જઈ રહ્યો છે ત્યારે આજ નવા ભાવમાં 13 ઓક્ટોબર વર્ષ 2021 એટલે કે, આજથી અમલમાં રહેશે. ભાવવધારો થયા પછી ગૌત્તમ બુદ્ધ નગરમાં PNGના ભાવ 34.86 CSM હશે. આની પહેલા પણ 1 ઓક્ટોબરે PNGના ભાવ દિલ્હીમાં 2.10 રુપિયા પ્રતિ યૂનિટ મોંઘુ થયું હતુ.
જયારે નોયડા, ગાઝિયાબાદ તથા ગ્રેટર નોયડામાં આ ભાવ 2 રુપિયા પ્રતિ યુનિટ વધતો ગયો હતો. આવા સમયમાં દિલ્હીમાં PNG 33.01 રુપિયા પ્રતિ યુનિટ કરી દેવાયો હતો ત્યારે NCR માં આ 32.86 રુપિયા પ્રતિ યુનિટ કરવામાં આવી હતી. નોઈડામાં એકવખત ફરી ભાવમાં વધારા પછી હવે PNGના ભાવ 34.86/SCM હશે.
નવા ભાવ અમલમાં આવ્યા પછી 13 ઓક્ટોબરથી દિલ્હીમાં PNGના ભાવ 35.11 પ્રતિ યૂનિટ, નોઈડા ગ્રેટર નોઈડા, ગાજિયાબાદમાં PNGના ભાવ 34.86 રુપિયા પ્રતિ SCM હશે જયારે રેવાડી, કરનાલમાં PNGના ભાવ 33.92 રુપિયા પ્રતિ SCM હશે. જ્યારે મુજફ્ફરનગર, મેરઠ તથા શામલીમાં 38. 97 રુપિયા પ્રતિ SCM હશે.
CNGના ભાવમાં થયો ફેરફાર:
CNG ગેસના ભાવમાં ફેરફાર કરાયો છે. 13 ઓક્ટોબરની સવારે 6 વાગ્યાથી દિલ્હીમાં CNG 49. 76 રુપિયા પ્રતિ કિલો. નોઈડા, ગ્રેટર નોઈડા તથા ગાજિયાબાદમાં 56. 02 રુપિયા પ્રતિ કિલો થઈ હતી. જયારે ગુરુગ્રામમાંCNGના ભાવ 58. 20 રુપિયા પ્રતિ કિલો થશે.
અહીં ઉલ્લેખનીય છે કે, ફક્ત 10 દિવસમાં બીજીવખત દિલ્હી NCR તથા બીજી જગ્યાઓ પર CNG તથા PNG ગેસની કિંમતોમાં ભાવવધારો નોંધાયો છે. કિંમતોમાં અંદાજે 2.50 રુપિયા પ્રતિ કિલોનો વધારો જોવા મળ્યો છે. આની પહેલા 2 ઓક્ટોબરે ભાવ વધારો નોંધાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.