ઓછા વરસાદને લીધે સુકાઈ ગઈ નદી, બહાર આવ્યું દ્વારિકા જેવું સામ્રાજ્ય: જુઓ ફોટો

મોસૂલ બંધનું જળસ્તર ઘણું ઘટી રહ્યું છે. જેના કારણે લોકોના ચહેરા પર ચિંતાના વાદળો છવાયા છે. પણ વરસાદ હજુ નથી પડી રહ્યો. વરસાદ ઓછો પડતા…

મોસૂલ બંધનું જળસ્તર ઘણું ઘટી રહ્યું છે. જેના કારણે લોકોના ચહેરા પર ચિંતાના વાદળો છવાયા છે. પણ વરસાદ હજુ નથી પડી રહ્યો. વરસાદ ઓછો પડતા નદીની અંદર સમાયેલી એક સાડા ત્રણ હજાર જૂની મિતાની સામ્રાજ્યની ઈમારત દેખાવા લાગી છે. પરિણામે લોકો પણ આશ્ચર્યમાં મુકાઈ ચૂક્યા છે. આ રાજ્યનું પ્રભૂત્વ એક સમયે સિરીયા અને મેસોપોટેમિયા ઉપર રહી ચૂક્યું છે.

આ બંધ ઈરાકની ટાઈગ્રિસ નદી ઉપર બનેલ છે. મોસૂલ બંધ ઈરાકનો સૌથી મોટો બંધ છે. આ બંધને સદ્દામ બંધ પણ કહેવામાં આવે છે. આ વખતે આ નદી સુકીભઠ્ઠ બની જતા હવે મહેલ પણ દેખાવા લાગ્યો છે. જર્મન અને કુર્દિશ પુરાતત્વ વૈજ્ઞાનિકોની ટીમે જળ સ્તર જ્યાં ઘટ્યું ત્યાં જઈ તપાસ કરી હતી. જ્યાં તેમને 3,400 વર્ષ જૂનો મહેલ મળી આવ્યો હતો. આ મહેલને લઈને જર્મનીની ટ્યૂબિંગન યૂનિવર્સિટીએ દાવો કર્યો છે કે આનો સંબંધ ક્યાંક ને ક્યાંક રહસ્યમયી મિતાની સામ્રાજ્ય સાથે છે.

મિતાની સામ્રાજ્ય એક એવી રહસ્યમયી સભ્યતા છે જેના પર ખૂબ ઓછી શોધ થઈ છે. અત્યાર સુધી આ સામ્રાજ્યની રાજધાનીનો ખ્યાલ નથી આવ્યો. નદીનું જળસ્તર ઘટી જતા હવે મિતાની સામ્રાજ્યની વ્યવસ્થાને સમજવામાં મદદ મળશે તેવું પુરાતત્વ વિજ્ઞાનિઓ માની રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *