પિઝા ખાવાના શોખીનો થઈ જજો સાવધાન… અમદાવાદમાં પિઝા બોક્સમાંથી નીકળ્યા જીવડા, વીડિયો વાયરલ થતાં સીલ થયું સેન્ટર 

Published on Trishul News at 6:03 PM, Fri, 22 September 2023

Last modified on September 22nd, 2023 at 6:04 PM

Germs came out of pizza box in Ahmedabad: શું તમે પણ ગાર્લિક બ્રેડ, પિઝા, બર્ગર ખાવાના શોખીન છો? રાજ્યના અલગ અલગ શહેરોમાંથી ભોજનમાંથી જીવજંતુ નીકળવાના વિડીયો અને સમાચાર સામે આવતા રહે છે. ત્યારે હાલમાં ફરી એક વખત અમદાવાદમાં પીઝા સેન્ટરમાં પીઝાના બોક્સ ખોલતા ની સાથે જ જીવંત નીકળતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વિડીયો વાયરલ થતા આરોગ્ય વિભાગની ટીમે લા પીનોઝ પિઝા સેન્ટર સીલ મારી દીધું છે.

પિઝાનું બોક્સ ખોલતાં જ પિઝામાં જીવાંત જોવા મળી હતી. માત્ર આટલું જ નહિ પરંતુ હોટલના રસોડામાં લોટમાં અને લોટ ચાળવાના ઝારામાં પણ જીવાંત જોવા મળી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. હાલ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમે લા પિનોઝ પિઝા સેન્ટરને સીલ મારી દીધું છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી ગુજરાત કોલેજ પાછળ આવેલા લા પિનોઝ પિઝામાં બપોરના સમયે કેટલાક યુવકો પિઝા ખાવા માટે ગયા હતા. જ્યાં તેઓ એર લાર્જ અને એક સ્મોલ પિઝા મંગાવ્યો હતો. પિઝા આવ્યા બાદ જ્યારે તેનું બોક્સ ખોલ્યું ત્યારે તરત એમાંથી જીવડા નીકળવા લાગ્યા હતા. જે બાદ આ યુવકોએ આનો વીડિયો ઉતાર્યો હતો, તો લા પિનોઝ પિઝા સેન્ટરના સંચાલકને જાણ કરી હતી, જેથી તેઓએ પોતાની ભૂલ સ્વીકારીને રિફંડ આપવાની વાત કરી હતી.

જે બાદ આ યુવકો દ્વારા આ પિઝા સેન્ટરના રસોડામાં જઈને તપાસ કરતા ત્યાંથી પણ અનેક જીવડા જોવા મળ્યા હતા. એટલું જ નહીં લોટમાં પણ જીવડા જોવા મળ્યા હતા. જે બાદ અન્ય લોકોને જાગૃત કરવાના હેતુથી યુવકોએ વીડિયો શેર કર્યો હતો. આ અંગેની જાણ થતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમ અને પોલીસની ટીમ દોડતી થઈ હતી. બંને ટીમો તાત્કાલિક આ પિઝા સેન્ટર ખાતે દોડી આવી હતી અને રસોડામાં તપાસ કરીને પિત્ઝા સેન્ટરને સીલ કરવામાં આવ્યું હતું.

Be the first to comment on "પિઝા ખાવાના શોખીનો થઈ જજો સાવધાન… અમદાવાદમાં પિઝા બોક્સમાંથી નીકળ્યા જીવડા, વીડિયો વાયરલ થતાં સીલ થયું સેન્ટર "

Leave a comment

Your email address will not be published.


*