ચીનનાં લાયશૂ શહેરમાં વિકાસ કાર્યો માટે હસ્તગત કરેલી સંપત્તિઓનાં બદલે જમીન માલિકોને નવા વિકસિત ક્ષેત્રમાં પ્રતિ વ્યક્તિ 40 વર્ગ મીટર જગ્યા આપવામાં આવી રહી છે. નવા વિકસિત ક્ષેત્રમાં જગ્યા મેળવવા માટે સ્થાનિક લોકો નવા નવા ઉપાયો અજમાવી રહ્યા છે. આની શરૂઆત શહેરનાં એક વિસ્તારમાં રહેનારા મિસ્ટર પૈનથી થઈ. તેણે વધારેમાં વધારે જમીન મેળવવા માટે ઘણા લગ્ન કર્યા અને પછી છૂટાછેડા આપી દીધા.
તસ્વીરો સાંકેતિક છે..
લાયશૂનાં પૈન પરિવારનાં મકાન વિકાસ કાર્યો માટે પાડી દેવામાં આવ્યું હતુ. ત્યારબાદ મિસ્ટર પૈને જમીન કૌભાંડમાં તમામ હદ પાર કરી. મિસ્ટર પૈને વળતરમાં વધારેમાં વધારે જમીન મેળવવા માટે એક મહિનાની અંદર 23 લગ્ન કરીને છૂટાછેડા આપી દીધા. સૌથી પહેલા તેણે પોતાની પૂર્વ પત્ની સાથે લગ્ન કર્યા. આના કારણે તેની પૂર્વ પત્ની પણ નવા વિકસિત ક્ષેત્રમાં 40 વર્ગ મીટર જમીન મેળવવાની હકદાર થઈ ગઈ. બે અઠવાડિયા પછી મિસ્ટર પૈને પોતાની પૂર્વ પત્નીને તલાક આપી દીધા.
મિસ્ટર પૈને ત્યારબાદ પોતાની સાળી સાથે લગ્ન કર્યા. તે પણ મિસ્ટર પૈનની જમીન મેળવવાની યોજનામાં સામેલ થઈ ગઈ. તેને પણ 40 વર્ગ મીટર જગ્યા ફાળવવામાં આવી. ત્યારબાદ મિસ્ટર પૈનની લાલચ વધી. તેઓ એક પછી એક લગ્ન કરવા લાગ્યા. દરેક નવી પત્ની સાથે તેમના નામે એક નવા વિકસિત ક્ષેત્રમાં 40 વર્ગ મીટર જમીન ફાળવવામાં આવી, ત્યારબાદ તે નવી પત્નીને તલાક આપી દેતો.
આ દરમિયાન સરકારી અધિકારીઓને મિસ્ટર પૈનની છેતરપિંડીનો શક થયો. 13 લોકોનું સરનામું એક જ ઘર હોવાથી અધિકારીઓને શક થયો. ત્યારબાદ અધિકારીઓએ તપાસ કરી અને આખો મામલો સામે આવ્યો. ત્યારબાદ 11 લોકોની ધરપકડ કરવામાં આવી. સ્થાનિક મીડિયાનાં જણાવ્યા પ્રમાણે આ પ્રકારનાં કેસની ચીનમાં ભરમાર છે. લોકો સંપત્તિની લાલચમાં અલગ અલગ પ્રકારનાં કાંડ કરી રહ્યા છે. લાયશૂમાં જમીનોની કિંમતમાં 31 ટકાનો ઉછાળો આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.