સરકાર દ્વારા ઓફલાઈન શિક્ષણ શરુ કર્યા બાદ હવે ધોરણ 9 થી ધોરણ 11ની સ્કૂલો રેગ્યુલર શરુ કરવા માટે શાળા સંચાલકો ઉગ્ર માંગ કરી રહ્યા છે. ગુજરાત બોર્ડની ખાનગી શાળાઓના સંચાલકો બાદ CBSE બોર્ડની ખાનગી સ્કુલોના સંચાલક મંડળે પણ સરકારે આ અંગેની કવાયત હાથ ધરી છે. આવનારા થોડા જ દિવસોમાં આ મુદ્દે નિર્ણય લે તેવી સંભાવનાઓ છે અને ધોરણ 9 થી ધોરણ 11ની સ્કૂલો ઓગસ્ટ મહિનામાં શરુ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસો થોડા થોડા નોંધાઈ રહ્યા છે અને હવે ધીમે ધીમે પ્રતિબંધો પણ હળવા કરવામાં આવી રહ્યા છે. જેને લઈને હવે તમામ પ્રવૃત્તિને વેગ આપવામાં આવ્યો છે. ત્યારે હવે શાળા સંચાલકોએ ધોરણ 9 થી ધોરણ 11ની શાળાઓ રાબેતા મુજબ શરુ કરવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી છે.
રાજ્યના આજે તમામ જીલ્લાના DEOને શાળા સંચાલકો અને શિક્ષકોએ મળીને શાળા શરુ કરવા અંગે માંગ સાથે આવેદન પત્ર આપ્યું હતું. સરકાર દ્વારા ધોરણ 12 ની શાળાઓ અને કોલેજો 15 મી જુલાઈથી ઓફલાઈન અભયસ શરુ કરવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી ધોરણ 9 થી ધોરણ 11ની શાળાઓ શરુ કરવામાં આવી નથી.
સરકાર પણ ઈચ્છી રહી છે કે, શાળાઓ શરુ કરવી જોઈએ. ત્યારે ત્રીજી લહેરને ડર અને ચાલી રહેલા ધીમા રસીકરણને લીધે વિધાર્થીઓમાં હજુ વેક્સીનેશન બાકી હોવાને કારણે સરકાર પણ ચિંતામાં મૂકાઈ છે. જયારે બીજી બાજુ ગુજરાત બોર્ડ અને CBSE બોર્ડની ખાનગી શાળાઓના સંચાલક મંડળો સરકારને શાળાઓ શરૂ કરવા માટે ખુબ જ દબાણ કરી રહ્યા છે અને શાળાઓની રજૂઆત છે કે હજુ ઘણા બાળકો પાસે મોબાઈલ કે ઈન્ટરનેટની સુવિધાઓ ઉપલબ્ધ નથી, જેને લઈને ઓફલાઈન અભ્યાસમાં ભારે મુશ્કેલી પડી રહી છે.
સરકાર દ્વારા વોર્ટર પાર્ક, સ્વિમિંગ પૂલ, મંદિરો, જિમ, બાગ-બગીચા સહિતના અન્ય કેટલાય સ્થળોને ખોલી દીધા છે તો હવે શાળાઓ પણ નિયમિત રીતે શરુ કરી દેવી જોઈએ. આ અંગે સરકાર દ્વારા ટૂંક સમયમાં કોર કમિટીની બેઠક યોજાશે અંબે આ મુદ્દે ચર્ચા પણ કરવામાં આવશે અને શાળાઓ શરુ કરવા અંગે મહત્વનો નિર્ણય લઇ શકે તેવી શક્યતાઓ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.