ફક્ત આ એક વસ્તુનું સેવન કરવાથી વર્ષો જૂની અનેક બીમારીઓમાંથી ટૂંક જ સમયમાં મળશે રાહત  

સોશિયલ મીડિયામાં અવારનવાર આરોગ્યને લગતી કેટલીક જાણકારીઓ સામે આવતી રહેતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી લઈને આવી રહ્યા છીએ. બબુલનો ગુંદર 3 વખત લેવાથી કમર દર્દ, 3 ગ્રામ માં ડાયાબિટીસ, લગાવવાથી માથાનો દુઃખાવો, ચૂસવાથી ખાંસી, પીવાથી બબાસીર તેમજ 1 દિવસ માં ઝાડાની સમસ્યા દુર થઈ જાય છે.

આજે આપણે એક એવા ચમત્કારીક છોડના તે મહત્વપૂર્ણ ભાગ વિષે જણાવીશું કે, જેના વિષે તમે કદાચ સાંભળ્યું નહી હોય. આ છોડનું નામ છે બબુલ. ગામડા ની ભાષામાં બાવળ જેના બધા જ ભાગો દવા બનાવવા માટે ઉપયોગી બને છે, તે છોડનો મુખ્ય ભાગ છે કે, જેને ગુંદર કહેવામાં આવે છે.  બબુલના ગુંદરનો ઉપયોગ કરવાથી છાતી મુલાયમ બને છે. આની સાથે જ આંતરડાને પણ મજબુત બનાવે છે.

તે છાતીના દુઃખાવાને પણ ખુબ ઝડપથી દુર કરે છે તેમજ ગળાનો અવાજ પણ ચોખ્ખો કરે છે. તેના નાના નાના ટુકડા ઘી તેમજ ખાંડની સાથે ભેળવીને ખાવાથી શરીર ખુબ શક્તિશાળી બને છે. બબુલનો ગુંદર ઉનાળાની ઋતુમાં એકત્ર કરવામાં આવે છે. તેને કોઈ પણ જગ્યાએથી કાપતાં તેમાંથી જે સફેદ રંગનું પ્રવાહી નીકળે છે. તેને ગુંદર કહેવામાં આવે છે. તે માર્કેટમાં પણ કોઈપણ દુકાનમાં આસાનીથી મળી રહે છે. સામાન્ય રીતે ગુંદરનું સેવન માત્ર 5 ગ્રામ સુધી કરી શકાય છે.

બબુલના ગુંદરના ચમત્કારીક ફાયદા :

1. કમર દર્દ :
બબુલ ની છાલ તેમજ ગુંદરને બરાબર ભેળવી વાટી લો. દરરોજ 1 ચમચી દિવસમાં કુલ 3 વખત સેવન કરવાથી કમર દર્દમાં ખુબ રાહત મળે છે.

2. માથાનો દુઃખાવો :
પાણીમાં બાવળનો ગુંદર ઘસીને માથા ઉપર લગાવવાથી માથાનો દુઃખાવો દુર થઇ જાય છે.

3. મધુમેહ (ડાયાબિટીસ) :
માત્ર 3 ગ્રામ બબુલના ગુંદર નું ચૂર્ણ પાણી સાથે અથવા તો ગાયના દૂધની સાથે દિવસમાં કુલ 3 વખત લેવાથી મધુમેહના રોગમાં ખુબ લાભ થાય છે.

4. પુરુષ તેમજ સ્ત્રી બન્ને માટેની નબળાઈ :
બબુલનાં ગુંદરને ઘી માં તળીને તેનો પાક બનાવીને ખાવાથી પુરુષોની શક્તિમાં વધારો થાય છે તથા પ્રસુતિ સમયે સ્ત્રીઓને આપવાથી તેની શક્તિમાં પણ વધારો થાય છે.

5. ખાંસી :
બાવળનો ગુંદર મો માં રાખી ચૂસવાથી ઉધરસની સમસ્યા દુર થઈ જાય છે

7. દાઝ્યા પર :
બાબુલના ગુંદરને પાણીમાં ભેળવીને શરીરના દાઝેલા ભાગ પર લગાવવાથી બળતરા દુર થઇ જાય છે.

8. માસિક ધર્મનો વિકાર :
કુલ 100 ગ્રામ બબુલના ગુંદર કડાઈ માં શેકીને ચૂર્ણ બનાવીને રાખવું. એમાંથી માત્ર 10 ગ્રામની માત્રામાં ગુંદર, મિશ્રીની સાથે ભેળવીને સેવન કરવાથી માસિક ધર્મની પીડા દુર થઇ જાય છે તેમજ માસિક ધર્મ નિયમિત રીતે સમયસર આવવા લાગે છે.

10. પેટ અને દાંતના ઘા:
 બબૂલનું ગુંદર પાણીમાં ભેળવીને પીવાથી આમાશય તથા દાંતના ઘા અને પીડા દુર થઈ જાય છે.

11. શક્તિવર્ધક :
બબુલના ગુંદરને ઘી સાથે તળીને એમાં બમણી ખાંડ ભેળવીને દરરોજ 20 ગ્રામની માત્રામાં લેવાથી શક્તિમાં વૃદ્ધિ થાય છે.

12. બવાસીર :
બબુલનો ગુંદર 10 ગ્રામ લઈને વાટીને ચૂર્ણ બનાવી લેવું. એના 2 ગ્રામ ચૂર્ણને ગાયના દુધની છાસમાં ભેળવીને 1 મહિના સુધી પીવું જોઈએ. જેથી બવાસીર તેમજ ખૂની બવાસીર એમ બંને રોગમાં લાભદાયક સાબિત થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *