યુવકની હત્યા કરી પ્રેમિકાના ઘરની સામે દફનાવી દીધી- સમગ્ર ઘટના જાણી આંખે અંધારા આવી જશે

ઉત્તર પ્રદેશમાં આવેલા ગાઝિયાબાદ જિલ્લામાં હત્યાની એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં અજાણ્યા શખ્સના ઘરની બહાર એક યુવકની લાશ મળી આવી હતી. તે યુવકની હત્યા બાદ, તેની લાશ ગર્લફ્રેન્ડના ઘરે દફનાવી દીધી હતી. મળતી માહિતી અનુસાર યુવક છેલ્લા ઘણા દિવસોથી ગુમ થયો હતો. તેના પરિવારના સભ્યોએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

આ ઘટના ગાઝિયાબાદના મુરાદનગર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. ત્યાં આવેલા સુલતાનપુર ગામમાં 21 વર્ષીય મુરસાલીન જે 11 ઓગસ્ટથી ગુમ થયેલ હતો. પરિવારે યુવકને શોધવાના ઘણા પ્રયત્નો કર્યાં, પરંતુ તેની કોઈ ખબર ન મળતા 15 મી ઓગસ્ટે મુરાદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારપછી પોલીસ એક્શનમાં આવી ત્યારે મુરસાલીનના મોબાઈલને ટ્રેસ કર્યો ત્યારે તેનો ફોન કુલ્ફી વેચનાર પાસે હતો.

પોલીસે તેની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, તેને એક છોકરીએ 500 રૂપિયામાં લપેટીને આપ્યા હતા. ત્યારબાદ તે કુલ્ફી વાળો પોલીસે ને તે છોકરી ના ઘરે લઇ ગયો હતો. પોલીસ તેના ઘરે પોહચી ત્યારે ચોંકી ગઈ હતી. છેલ્લા બે વર્ષથી આ યુવતીનું મૃતક સાથે ચક્કર ચાલી રહ્યું હતું.

જ્યારે પોલીસે તેની પૂછપરછ કરી ત્યારે તે છોકરી એ કહ્યું કે મુરસાલીની લાશ ઘરની બહાર દફનાવી છે. પોલીસે તે જગ્યાનું ખોદકામ કરાવ્યું અને મુરસાલની લાશ બહાર કાઢવામાં આવી. ત્યારબાદ પોલીસે તે છોકરી અને તેના પરિવારની ધડપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ મુર્સાલીનના મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ નક્કી કરી શકાય તેમ છે. બીજી બાજુ, છોકરી અને તેના પરિવારની હજુ કર્યવાહી કરવામાં આવી રહી છે. પણ શરૂઆતમાં એવું લાગે છે કે છોકરીના પરિવારના સભ્યોને મુરસાલીન અને છોકરીના પ્રેમસબંધની ખબર પડતા તેણે લગભગ મુરસાલીનની હત્યા કરી અને તેની લાશ તેમના ઘરની બહાર દફનાવી દીધી. પોલીસ હજુ પણ આ ઘટના અંગે તપાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *