વિદ્યાર્થીઓ માટે ખુશખબર લાવ્યું શિક્ષણ વિભાગ: આવી રીતે બનશે વાર્ષિક પરીક્ષા વગરના પરિણામ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માસ પ્રમોશન આપવાની જાહેરાત બાદ આ વિદ્યાર્થીઓના પરિણામ બનાવવા માટેની ગાઈડલાઈન જાહેર કરી છે. શિક્ષણ વિભાગે એક પરિપત્ર બહાર પાડીને રાજ્યના તમામ અધિકારીઓને ધોરણ 9 અને ધોરણ 11 ના પરિણામ પત્રક અને શાળા છોડયાના પ્રમાણપત્ર આપવા માટે જરૂરી સૂચનાઓ આપી છે.

શાળાઓ દ્વારા શૈક્ષણિક વર્ષ 2019 માં લેવાયેલી પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને આંતરિક મૂલ્યાંકન એટલે કે મૌખિક પરીક્ષા લેવાયેલ છે અને જે શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓ લેવાયેલ નથી. તેમને પરિણામ પત્રક તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. પ્રથમ પરીક્ષાના 50 ગુણ, દ્વિતીય પરીક્ષા ના 50 ગુણ અને આંતરિક મૂલ્યાંકનના 20 ગુણ સાથે 120 ગુણમાંથી મેળવેલ ગુણ ના આધારે તેને તો માર્ક ના અનુસંધાને રૂપાંતરિત કરીને પરિણામ  તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે.

જો આવું કરવાથી વિદ્યાર્થીઓને 33 ટકા કે તેથી ઓછા ગુણ મેળવે છે. તો આ વિદ્યાર્થીઓને કૃપા ગુણ એટલે કે ગ્રેસિંગ આપીને પાસ કરી દેવાની સૂચના આપવામાં આવી છે. સાથે સાથે દર વર્ષ ના નિયમ પ્રમાણે આચાર્યને ૧૦ કૃપા ગુણ આપવાની સત્તા હતી, તે હવે દુર કરી દેવામાં આવી છે. અને આચાર્યને ૧૦ ગુણ થી વધુ કૃપાગુણ આપવાની સત્તા આપવામાં આવી છે. આમ તમામ વિદ્યાર્થીઓને પાસ કરી દેવામાં આવશે.

ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 11 અન્ય પ્રવાહમાં જે વિષયોની પ્રેક્ટીકલ પરીક્ષાઓ યોજાયેલ નથી, તે શાળાઓએ પ્રેક્ટીકલ વિષયમાં ગુણોને બદલે ખાનું ખાલી રાખવાનું રહેશે અને પ્રેક્ટિકલ પરિક્ષાઓમાં વિદ્યાર્થીઓને પાસ ગણવાના રહેશે.

દરેક વિદ્યાર્થીને પાસ થવા માટે ખટ્ટા માર્ક આપવા ફરજિયાત છે તેવી સૂચના પણ આપવામાં આવી છે. સાથે સાથે આ ગ્રેસીંગ માર્કસની ગણતરી વિદ્યાર્થીની કુલ ટકાવારી માં કરવામાં આવશે નહીં.

આ જોગવાઈ માત્ર શૈક્ષણિક વર્ષ 2019 20 પૂરતી જ છે તે બાબતે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *