ગીર સોમનાથના મહિલા PSIને જુગાર રમવું ભારે પડ્યું, SP દ્વારા તાત્કાલિક સસ્પેન્ડ કર્યા

Published on Trishul News at 11:39 AM, Sun, 13 August 2023

Last modified on August 13th, 2023 at 11:39 AM

PSI of Gir Somnath caught gambling: ગીર સોમનાથ જિલ્લાના મહિલા સુરક્ષા વિભાગના PSI ને જિલ્લા પોલીસ વડા દ્વારા કાલે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ સમાચાર સાંભળતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગઈ છે. જેમાં પીએસઆઇ(PSI of Gir Somnath caught gambling) ના ઘણા કાળા કારનામા સામે આવી રહ્યા છે. જુનાગઢ LCB ની ટીમે જુગાર રમતા PSIને રંગે હાથે ઝડપી પાડ્યા આ મામલે પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી PSI ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમજ આવનારા સમયમાં પોલીસ વિભાગ આ પ્રકારનું કોઈ કૃત્ય જાણતા પણ કરે તે માટે કડક પગલાં લેવાની પણ વાત કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, ગીર સોમનાથના મહિલા સુરક્ષા વિભાગમાં ફરજ બજાવતા PSI સરોજ વાવૈયા થોડા દિવસ પહેલા રજા લઈને પોતાના વતન પાદરીયા ગામે ગયા હતા. પાદરીયા ગામમાં છેલ્લા ઘણા સમયથી જુગારધામ ચાલી રહ્યું હતું અને સરકારી અધિકારી છે સારો પગાર મળવા છતાં પીએસઆઇ જુગાર ધામમાં પોતાનો નસીબ અજમાવવા ગયા હતા.

પરંતુ કમનસીબે ગઈકાલે જુનાગઢ LCB ની ટીમે પાદરીયા ગામ ખાતે આવેલા જુગાર ધામમાં રેડ પાડી હતી. જેના પગલે જુગારીઓમાં અફરાતા મચી ગઈ હતી. તે દરમિયાન પીએસઆઇ પણ જુગાર રમતા રંગે હાથે LCB ની ટીમ દ્વારા ઝડપાયા હતા. તેમને પોલીસ સ્ટેશન લાવતા તેઓએ પીએસઆઇ તરીકે ગીર સોમનાથ મહિલા સુરક્ષા વિભાગમાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા હોવાનું સામે આવી રહ્યું છે.

આ સમગ્ર ઘટનાની જાણ જુનાગઢ પોલીસ દ્વારા ગીર સોમનાથ પોલીસ અધિકારી મનોહરસિંહ જાડેજા ને કરવામાં આવતા ગીર સોમનાથ પોલીસ વડાએ તાત્કાલિક અસરથી આ મહિલા પીએસઆઇ ને ફરજ પરથી સસ્પેન્ડ કર્યા હતા. તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સડોવાયેલા મહિલા પોલીસ કર્મચારી અને અધિકારીઓ સામે ચિમકી ઉચ્ચારી છે. આવનારા દિવસોમાં કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં પકડાશે તો તેમની સામે કડક પગલાની લેવામાં આવશે તેવી વાત કરવામાં આવી છે.

અત્ર ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા સૂત્ર પાડામાં પોલીસ કોન્સ્ટેબલ અને જીઆરડીના જવાનો દ્વારા ચેકિંગ દરમિયાન એક દારૂનો મોટો જથ્થો પકડવામાં આવ્યો હતો અને આ દારૂના જથ્થાનો બુટલેગરને વેચી બારોબાર રોકડી કરી લીધી હતી. જે સમગ્ર મામલો પોલીસ વડા સુધી પહોંચ્યો હતો તેમના દ્વારા આરોપી સામે ગુનો નોધી કડક પગલાં ભરવામાં આવ્યા હતા.

Be the first to comment on "ગીર સોમનાથના મહિલા PSIને જુગાર રમવું ભારે પડ્યું, SP દ્વારા તાત્કાલિક સસ્પેન્ડ કર્યા"

Leave a comment

Your email address will not be published.


*