ડોક્ટરે શારીરિક અડપલાં કરતાં યુવતી રોષે ભરાઈ, જાહેરમાં જ ચખાડ્યો મેથીપાક

હાલમાં આપને જાણીએ છીએ કે, દિવસેને દિવસે બળાત્કારના કેસો વધતા જાય છે. હવસખોરોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આ દરમિયાન આમરણમાંથી એક એવો કેસ સામે આવ્યો છે જેમાં એક ડોકટરે યુવતી સાથે શારીરિક અડપલાં કર્યા હતા.

ગજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આમરણ ખાતે આજે એક ડોક્ટરે શારીરિક અડપલા કરતાની સાથે જ સારવાર માટે આવેલી પરિણીત યુવતીએ હિંમત બતાવી અને જાહેરમાં જ સારો એવો માર માર્યો હતો જેથી હોબાળો મચી ગયો છે. ત્યારબાદ યુવતીના સગાઓ અને લોકોના ટોળાએ પણ માર માર્યો હતો. લોકોના ટોળાએ ડોક્ટરની કારમાં પણ તોડફોડ કરી હતી.

જાણવા મળ્યું છે કે, થોડા સમયથી આ ડોક્ટર પાસે સારવાર કરાવવા આવતી આ યુવતી સાથે એક-બે વખત શારીરિક અડપલા કરવામાં આવ્યા હતાં. પરંતુ આ હરકતને તેણે સહન કરી હતી. આજે તેનો ચેકઅપનો વારો હોવાથી કુટુંબી વડિલોને સાથે રહેવા જણાવ્યું હતું. ડોક્ટરે સાથે આવેલા પરિવારજનોને દવાખાના બહાર બેસવાનો આદેશ કરી યુવતીને તપાસ માટેના રૂમમાં બોલાવી હતી અને ગંદી હરકતો શરૂ કરી હતી તે સાથે જ યુવતીએ આડેધડ હડફેટે લીધો અને ડોક્ટરને બે હાથ જોડી આજીજી કરતો કરી દીધો હતો. ત્યારબાદ અવાજ થતાં પરિવારજનો અને અન્ય લોકોના ટોળાએ પણ તેને માર માર્યો હતો.

વધુમાં જાણવા મળ્યું છે કે, ગંદી હરકત કરતા આ ડોક્ટરનું વીડિયો રેકોર્ડિંગ પણ કરી લેવામાં આવ્યું છે. ઉપરાંત આ ડોક્ટર પણ સારવાર લેવા આવતી બાળકીઓ અને મહિલાઓના પોતાના મોબાઈલમાં છાનેખૂણે વીડિયો ઉતારતો હતો તેવું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ ડોક્ટરે પોતાની ભૂલ સ્વીકારી હવે જિંદગીમાં પણ આવી હરકત નહીં કરું તેવી આજીજી કરી માતબર એવી રકમનો ગાયને ખોળ આપવાની જાહેરાત કરી છૂટકારો આપવા વિનંતી કરી અને પીડિત યુવતીના કુટુંબીજનોએ હાલ પોલીસ ફરિયાદ કરવાનું માંડી વાળ્યું હોવાનું જાણવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *