બાગેશ્વર ધામ(Bageshwar Dham)ના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી(Dhirendra Krishna Shastri) આ દિવસોમાં ચર્ચામાં છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. બાગેશ્વર ધામમાં રાજસ્થાન(Rajasthan)થી આવેલી 10 વર્ષિય બાળકીના મોત(10 year old girl died)નો મામલો સામે આવ્યો છે. બાળકીની તબિયત ખરાબ થતાં તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટર્સ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. તેના મૃતદેહને પ્રાઈવેટ એમ્બ્યુલન્સમાં લઈને પરિવાર બાડમેર લાવવામાં આવ્યો હતો.
મૃતક બાળકીનું નામ વિષ્ણુ કુમારી હોવાનું જાણવા મળ્યું છે. તે 17 ફેબ્રુઆરીના રોજ બાગેશ્વર ધામ આવી હતી. પરિવાજનોના જણાવ્યા મુજબ, આ બાળકીને આંચકા આવતા હતા. ચમત્કારની વાત સાંભળીને તે બાગેશ્વરધામ આવી પહોંચી હતી અને જ્યાં તેનું કરુણ મોત થઈ ગયું હતું.
પરિવારના લોકોએ જણાવતા કહ્યું કે, બાળકીને આંચકા આવી રહ્યા હતા અને જેને કારણે આખી રાત બાળકી જાગી રહી હતી. બપોરે જોયું તો પરિવારને થયું કે, તે સુઈ ગઈ છે, પણ શરીરમાં કોઈ હલનચલન ન થવાને કારણે શંકા ગઈ તો, તેને હોસ્પિટલે લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટર્સ દ્વારા તેને તપાસ કરી મૃત જાહેર કરવામાં આવી હતી.
બાળકીની માતા ગુડીએ જણાવતા કહ્યું હતું કે, તેઓ દોઢ વર્ષથી ધામમાં આવી રહ્યા છે. આ વખતે 17 ફેબ્રુઆરી શનિવારે બાળકીને આવતા આંચકામાં વધારો થઇ ગયો હતો. બાબાજી પાસે લઈને ગઈ તો તેમણે ભભૂતિ આપી હતી. તેમ છતાં પણ બાળકી બચી નહીં. પરિવારના લોકોને બાગેશ્વર મહારાજને કહ્યું કે, તે હેવ શાંત થઈ ગઈ છે, તેને તમે લઈ જાવ.
એટલું જ નહીં જિલ્લા હોસ્પિટલમાં ચેકઅપ અને મોતની પુષ્ટિ બાદ પરિવાર તેને ઘરે લઈ જવા માગતો હતો. આ દરમિયાન તેમને સરકારી એમ્બ્યુલન્સ પણ ન મળી. તેના કારણે તેમણે 11,500 રૂપિયા ખર્ચીને પ્રાઈવેટ એમ્બ્યુલન્સ બાંધીને ઘરે લઈ જવી પડી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.