અંધશ્રદ્ધાની આડમાં બની શર્મસાર કરતી ઘટના- અરવલ્લીમાં સાપે ડંખ મારતા પરિવારજનો ભુવા પાસે દોડ્યા, સારવાર ન મળતા 14 વર્ષની કિશોરીનું મોત

Girl dies in superstition in Aravalli: આજકાલના લોકો અંધશ્રદ્ધા પાછળ દોટ મૂકી રહ્યા છે. અંધશ્રદ્ધામાં લોકો શું કરી બેસે તેની પણ ખબર નથી રહેતી. હાલમાં…

Girl dies in superstition in Aravalli: આજકાલના લોકો અંધશ્રદ્ધા પાછળ દોટ મૂકી રહ્યા છે. અંધશ્રદ્ધામાં લોકો શું કરી બેસે તેની પણ ખબર નથી રહેતી. હાલમાં એવા ઘણા કેસો સામે આવી રહ્યા છે જેમાં લોકો અંધશ્રદ્ધામાં આવીને મુસીબતને આમંત્રણ આપતા હોય છે. તાંત્રિકો તેમના તંત્ર મંત્રથી લોકોને પોતાની જાળમાં ફસાવીને ખરાબ કામ કરતા હોય છે. આજના અત્યાધુનિક સમયમાં હજી પણ એવા કેટલાક વિસ્તારો છે, જ્યાં ભૂત, ચુડેલ, જિન જેવી બાબતો પર લોકોને વિશ્વાસ છે. આ અંધવિશ્વાસના કારણે કેટલીકવાર માણસ ભારે તકલીફ વેઠે છે અને ક્યારેક તેને જીવથી પણ હાથ ધોવા પડે છે.

ત્યારે આજરોજ આવી જ એક ઘટના ગુજરાતના અરવલ્લીમાંથી સામે આવી છે. (Girl dies in Aravalli) જેમાં અંધશ્રદ્ધાએ 14 વર્ષની કિશોરીનો ભોગ લીધો છે. અરવલ્લીના પંચાલ ગામે સાપ કરડતાં પરિવારજનો દ્વારા કિશોરીને ભુવા પાસે લઇ જવામાં આવી હતી, તે દરમ્યાન સમયસર સારવાર ન મળતાં 14 વર્ષની કિશોરીનું મોત નીપજ્યું છે. દીકરીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો.

અરવલ્લીના પંચાલ ગામે 14 વર્ષની કિશોરીને સાપ કરડતાં પરિવારજનો તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈ જવાને બદલે ભુવા પાસે લઈ ગયા હતા. જે બાદ કિશોરીની તબિયત લથડતા તેને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન કિશોરીનું મૃત્યુ નિપજ્યું છે. સમયસર સારવાર ન મળતા 14 વર્ષની કિશોરીનું મૃત્યુ નિપજ્યું છે.

અત્રે ઉલેખનીય છે કે, થોડા સમય પહેલા પણ આવી જ એક ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાંથી સામે આવી હતી. જેમાં અંધશ્રદ્ધાએ વિરમગામની 10 મહિનાની મામુસ બાળકીનો ભોગ લીધો હતો. વિરમગામમાં રહેતા એક પરિવારની 10 મહિનાની માસુમ બાળકીને શરદી ઉધરસ થતાં તેને હોસ્પિટલમાં લઈ જવાને બદલે સુરેન્દ્રનગરના વડગામમાં માતાજીના મંદિરે લઈ જવામાં આવી હતી. જ્યાં માસુમ બાળકીને પેટના ભાગે ગરમ ગરમ સોયના ડામ આપવામાં આવ્યા હતા. ગરમ ગરમ સોઈના ડામ આપવાથી બાળકીની હાલત વધુ ગંભીર બની હતી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન માસુમ બાળકીએ દમ તોડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *