માંજલપુરની હિન્દુ સગીરાને પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ કરનારા તોસીફ પઠાણને પોલીસે ઝડપી લીધો હતો. સયાજી હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લવાયેલી સગીરાએ તબીબ સમક્ષ જણાવ્યું હતું કે છેલ્લા 2 માસથી તોસીફ તેને મળવા આવવા ફોર્સ કરતો હતો અને ત્યારબાદ તેઓ મળતા ત્યારે તેનું શારીરિક શોષણ કરતો હતો. તોસીફે જણાવ્યું હતું કે તે ઇન્સ્ટાગ્રામથી સગીરાના સંપર્કમાં આવ્યા બાદ તે તેની સાથે ચેટીંગ કરતો હતો.
છેલ્લા 2 મહિનાથી તોસીફ તેને મળવા માટે ફોર્સ કરતો હતો
વડોદરાના માંજલપુર વિસ્તારમાં રહેતી અને 10માં ધોરણમાં અભ્યાસ કરતી હિન્દુ બ્રાહ્મણ સગીરાએ સયાજી હોસ્પિટલના તબીબ સમક્ષ જણાવ્યું હતું કે, તે 2 માસથી તોસીફને ઓળખે છે. ગત એપ્રિલ માસમાં પહેલીવાર તૌસીફને તેના ઘર નજીકના ગાર્ડનમાં મળી હતી અને ત્યારબાદ વારંવાર તેને ગાર્ડનમાં મળી હતી. તોસીફ તેને હજીરા પ્રતાપનગર અને ત્યાંથી લાલબાગ લઇ જતો હતો. રોજ તેઓ આ જ રીતે મળતા હતા. છેલ્લા 2 મહિનાથી તોસીફ તેને ફોર્સ કરતો હતો, જેથી તેને મળવા જતી હતી અને રોજ સાંજે 5 વાગે ઘેર પરત જતી હતી. તેઓ મળતા ત્યારે તૌસીફ તેનું શારિરીક શોષણ કરતો હતો. ગત 21 જૂને પણ તે તોસીફને લાલબાગમાં મળી હતી. સગીરાએ તબીબને જણાવ્યું હતું કે શુક્રવારે તેની માતા સ્કૂલમાં આવી, ત્યારે તેને ખબર પડી હતી કે, આ છોકરા સાથે કંઇક લફરું છે, ત્યારબાદ તેની માતાએ માંજલપુર પોલીસમાં ફરિયાદ કરી હતી.
તોસીફ સગીરાને તેની સ્કૂલની બહાર મળ્યો હતો
તોસીફે તબીબ સમક્ષ જણાવ્યું હતું કે તે સગીરાને ઇન્સ્ટાગ્રામથી ઓળખે છે, તે પછી તેની સાથે ચેટીંગ કરી તેને ગાર્ડનમાં મળવા બોલાવી હતી. એક અઠવાડીયા પહેલાં તે સગીરાને પ્રતાપનગર હજીરા ઉફર લઇ ગયો હતો. તે છેલ્લે સગીરાને તેની સ્કૂલની બહાર મળ્યો હતો.
તોસીફનો મોબાઇલ FSLમાં મોકલાયો
પોલીસે જણાવ્યું હતું કે તોસીફનો મોબાઇલ કબજે કરી એફએસએલમાં મોકલી દેવાયો છે. બનાવમાં ઇન્સ્ટાગ્રામ અને ટીકટોક પર સગીરાના વિડીયો અપલોડ કરાયા હતા., જેથી પોલીસે આ તમામ વિડીયોની પણ તપાસ શરુ કરી છે. લાલબાગ બગીચા સહિતના બગીચા અને પ્રતાપનગર હજીરા પાસેના બગીચાના ફુટેજ પણ પોલીસે મેળવ્યા છે અને ફુટેજના આધારે પણ તપાસ શરુ કરવામાં આવી છે. પોલીસે તોસીફના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.
તોસીફના પિતા ટ્રાન્સપોર્ટના ધંધામાં છે
પોલીસે જણાવ્યું હતું કે 19 વર્ષનો તૌસીફ હાલ ધોરણ 12માં એકસટર્નલ તરીકે અભ્યાસ કરે છે. 2017માં તૌસીફજયારે 17 વર્ષનો સગીર હતો ત્યારે તેણે હિન્દુ સગીરા સાથે છેડછાડ કરી ધમકી આપી હોવા બાબતે તેની સામે માંજલપુર પોલીસમાં પોકસોની ફરિયાદ નોંધાઇ હતી. આ કેસ હાલ કોર્ટમાં ચાલી રહ્યો છે. આમ છતાં તોસીફે બીજી વાર હિન્દુ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી.
લગ્ન માટે તૈયાર થાય તો ધર્મપરિવર્તન કરાવે, ઇનકાર કરે તો બ્લેકમેઇલ કરે
વડોદરા શહેરમાં છેલ્લા 12 દિવસમાં જ લવજેહાદના 4 કિસ્સા બહાર આવ્યા છે. 2 યુવતીને તો ધર્મ પરિવર્તનના માર્ગે પણ લઇ જવાઇ હતી. આ ઉપરાંત સોશિયલ મીડિયાથી પ્રેમની વાતચીત શરૂ કરી અમેરિકાની યુવતી પાસે 50 લાખ, ગોત્રીની વિદ્યાર્થિને બ્લેક મેઇલ કરી રૂા. 50 હજાર પડાવી દુષ્કર્મ તેમજ કારેલીબાગની મહિલાના રૂા. 12 લાખ, 10 તોલા દાગીના અને 30 લાખનો ફ્લેટ લખાવી લેવાની ફરિયાદો પણ નોંધાઇ હતી. જેના પગલે શહેરમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. સગીરાથી લઇ સંતાનોની માતાઓને ટાર્ગેટ કરતા લોકોની મોડસ ઓપરેન્ડી શું છે ? અને કઇ સાવચેતી રાખવી તે અંગે શહેરની મહિલાઓની જ વાત અત્રે પ્રસ્તુત છે.
યુવતીને સતત એંગેજ રાખી પરિવાર-મિત્રોથી અલગ કરે છે
યુવતીઓને ફસાવવા માટેની ચોક્કસ મોડસ ઓપરેન્ડી છે. સોશિયલ મીડિયા પર નામ બદલીને વાતો કરે છે, બીજાના કપડાં અને બાઇક લઇ ઇમ્પ્રેસ કરે છે. બે મિત્રોમાં એક ભાઇ બને અને બીજાને અઢળક પ્રેમ છે તેવો યુવતીને વિશ્વાસ અપાવે છે. એ લોકો 100 નોકરની ગરજ સારતા હોય તેમ છોકરીનો પડતો બોલ ઝીલી લે છે, મિત્રોને આસપાસમાં જ રાખી યુવતીને સતત એંગેંજ રાખે છે અને તેના કુટુંબ અને મિત્રોથી સતત દૂર કરતા જાય છે.
નામ બદલુ યુવકો પહેરવેશથી -બોલચાલથી ઓળખાય છે
સોશિયલ મીડિયા પર છલકાતો પ્રેમ ટાઇમપાસ જ હોય છે. માત્ર હિન્દુઓની છોકરીઓને જ ટાર્ગેટ કરાય છે. છોકરીઓ ધો.9માં આવે ત્યારથી જ આ સમજ આપવી જોઇએ. છોકરીઓમાં સીક્સ્થ સેન્સ હોય છે, નામ બદલીને ફસાવતા યુવકોના પહેરવેશ, બોલચાલ, મિત્રો પરથી જ ઓળખી શકે છે કે એ કોણ છે ? ..સ્કૂલ, કોલેજ અને ટ્યુશન બહાર અડ્ડો જમાવતા હોવાથી સંચાલકોએ પણ આ બાબતની કાળજી રાખી પોલીસની મદદ લેવી જોઇએ.
-શોભા રાવલ, પ્રમુખ, મહિલા સુરક્ષા સમિતિ
સોશિયલ મીડિયામાં શેર કરેલી વાતો જ યુવતીને ખબર પડે છે
ધર્મ મેટર નથી કરતું પણ સામે વાળાનો ઇરાદો શું છે ? જો ઇરાદો માત્ર ફસાવવાનો છે તો સાવચેતી તેણે જાતે જ રાખવી પડશે. યુવક, તેનો પરિવાર, તેના મિત્રો, તેનું બેકગ્રાઉન્ડ બધુ જાણવું જોઇએ. યુવક તમારા પૈસાને જોઇને જ આકર્ષિત થાય છે તો તેને ઓળખવાની મેચ્યોરિટી પણ છોકરીએ જ બતાવી પડશે. સોશિયલ મીડિયામાં સામે વાળી વ્યક્તિ શેર કરે તેટલી વાતો તમને ખબર પડે છે, તેનાથી ઇમ્પ્રેશ થઇ પૈસા -સર્વસ્વ આપી દેવું ઠીક નથી.
હિન્દુ જાગરણ મંચ હવે સ્કૂલોમાં જઈ રજૂઆત કરશે:
સ્કૂલ સહિત શૈક્ષણિક સંસ્થાઓના 100 મીટર નજીક અજાણ્યાના પ્રવેશ પર પ્રતિબંધના જાહેરનામાનો અમલ થતો નથી, તેનો અમલ થવો જોઇએ. દરેક સ્કૂલે આઇકાર્ડમાં જીપીએસ ચીપ લગાવવી જોઇએ. જેથી બાળક ઘરેથી સ્કૂલે અને પરત ઘરે આવે ત્યાં સુધીની બધી જ વિગતો મળી શકે. માંજલપુરના કેસમાં છોકરી 8 દિવસથી સ્કૂલે નહોતી જતી અને યુવકે સ્કૂલ બહાર મારામારી કરી હતી તો પણ કોઇ કાર્યવાહી ન થઇ. અમે આવતી કાલથી સ્કૂલોને એપ્રોચ કરવાના છીએ કે કોઇ પણ વિદ્યાર્થી 2 દિવસથી વધારે શાળામાં ન આવે તો તેની તપાસ કરવી. -નિરજ જૈન, પ્રમુખ હિન્દુ જાગરણ મંચ
લવ જેહાદનો ભોગ બનેલી સગીરાને બે માસનો ગર્ભ:
વડોદરા શહેર નજીક કરોડીયા ગામમાં રહેતી 16 વર્ષીય સગીરાનું ઉંડેરામાં રહેતા મુસ્લિમ યુવકે લગ્ન કરવાની લાલચ આપી અપહરણ કર્યા બાદ બળાત્કાર કર્યો હોવાનું પોલીસ તપાસમાં જણાયું છે. પોલીસે સગીરાનું મેડિકલ પરિક્ષણ કરાવતાં સગીરાને અંદાજે 2 માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું છે, જેથી પોલીસે યુવક સામે બળાત્કાર અને પોકસોની વધુ કલમનો ઉમેરો કર્યો હતો. બીજી તરફ આ બનાવમાં પકડાયેલા મુસ્લિમ યુવકને જેલ હવાલે કરાયો છે. કરોડીયા ગામમાં રહેતા પિતાએ જવાહરનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, ઉંડેરામાં રહેતો સોહીલ અબ્દુલ કુરેશી ગત તા. 21 જુના ના રોજ તેઓની 16 વર્ષીય સગીરવયની દીકરીને પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી તેમજ જાતીય સતામણી કરવાના ઇરાદે અપહરણ કરી ગયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.