મહિલાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો: સોશિયલ મીડિયા પર રીક્વેસ્ટ એક્સેપ્ટ ન કરતા યુવકે કર્યું એવું કામ કે…

હાલ યુવાનોમાં સોશિયલ મીડિયાનો ક્રેઝ વધી રહ્યો છે. પરંતુ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં ચેતવણી રાખવી ખુબ જ જરૂરી છે. હાલમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારી યુવતીઓ માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઈન્સ્ટાગ્રામ પર યુવકની ફ્રેન્ડ રિકવેસ્ટ ન સ્વીકારનાર યુવતી અને તેની બહેનના મોર્ફ નગ્ન ફોટા બનાવીને તેને વાયરલ કરવાની ધમકી આપવામાં આવતી હતી.

આ અંગે સાયબર ક્રાઈમ દ્વારા ગુનો નોંધીને બહુચરાજી પાસેથી એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ સ્મિત અતુલભાઈ પટેલ છે. જે મૂળ બહુચરાજીની રાજેશ્વરી સોસાયટીનો વતની છે.

આરોપીની ધરપકડ કરવા પાછળનું કારણ એવું હતું કે, તેણે બે બહેનોના નગ્ન મોર્ફ ફોટા બનાવી યુવતી પાસેથી શારીરિક માંગણી કરી હતી અને ધમકી પણ આપી હતી કે, જો યુવતી ના કહેશે તો તે તેના ફોટા વાયરલ કરી દેશે. જે માટે પોલીસથી બચવા આરોપી દ્વારા બનાવટી ઈન્સ્ટાગ્રામ આઇડી બનાવવામાં આવ્યા હતાં. જોકે, સાયબર ક્રાઈમ દ્વારા તપાસ કરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે.

ઝડપાયેલ આરોપી સ્મિતની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપીએ કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે અને છેલ્લાં એક વર્ષથી આઈટીઆઈમાં અભ્યાસ કરી રહ્યો છે, 6 મહિના પહેલાં આરોપીએ યુવતીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. જેનો અસ્વિકાર કરતા યુવકે આવું કૃત્ય કર્યું છે. ત્યારે સાયબર ક્રાઈમ દ્વારા હવે તે વાતની તપાસ કરવામાં આવી રહી છે કે, આરોપીએ અન્ય કોઈ યુવતીના મોર્ફ ફોટા બનાવ્યાં છે કે કેમ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *