એવી તો શું આફત આવી પડી કે, 19 વર્ષીય યુવતીએ તાપી નદીમાં લગાવી છલાંગ

સુરતમાં આવેલા મક્કાઈપુલ પરથી એક 19 વર્ષની છોકરીએ તાપી નદીમાં કુદકો મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યાં હાજર રહેલા સ્થાનિક લોકોએ છોકરીનો બચાવ કરી લીધો હતો. બીજી બાજુ ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગની ટીમે છોકરીની સારવાર માટે 108ની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

સુરતના મક્કાઈપુલ પરથી એક છોકરીએ તાપી નદીમાં કુદકો માર્યો હતો. છોકરીને તાપી નદીમાં કૂદતી જોઈ ત્યાં લોકો ભેગા થઇ ગયા હતા. બીજી બાજુ સ્થાનિકોએ આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરી હતી. આ દરમિયાન ત્યાં સ્થાનિક તરવૈયાઓએ તાપી નદીમાં કૂદી છોકરીનો જીવ બચાવી લીધો હતો. ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગયી હતી.

​​​​​​​ફાયર વિભાગની ટીમે છોકરીને તાપી નદીમાંથી બહાર કાઢી હતી અને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ છોકરી ઉમરવાડા વિસ્તારની રહેવાસી અને તેની ઉમર 19 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. જોકે તેણીએ આ પગલું કેમ ભર્યું તે હજી શુધી બહાર આવ્યું નથી. યુવતીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *